અક્ષરધામ તુલ્ય વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રવિવાર તારીખ ૧૩ ફેબ્રુઆરીના રોજ 1500 કિલો વરીયાળીના વાઘા તથા શણગાર ધરાવવામાં આવ્યા હતા. જેનો હજારો હરિભક્તો એ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંત સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી હરિ ઉત્સવ પ્રિય હતા ભક્તો શ્રી હરિની પ્રસંન્નર્થે એ ઋતુ પ્રમાણે અવનવા વાઘા અને શણગાર અને પ્રસાદ ધરાવી રાજીપો પ્રાપ્ત કરે છે. વડતાલ જ્ઞાનબાગની પ્રેરણાથી એક હરિભક્ત દ્વારા 1500 કિલો વરિયાળીના શણગાર મંદિરમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી ધર્મદેવ ભક્તિ માતા શ્રી વાસુદેવ તથા શ્રી રાધા-કૃષ્ણ દેવ અને શ્રી રણછોડરાયજીને ધરાવવામાં આવ્યા હતા. દેવોના વાઘા મુગટો લીલી હરિયાળીથી ગુંથીને તૈયાર કરવામાં આવ્યા હતા. નિજ મંદિરમાં આજે વરીયાળી સાથે હરિયાળી છવાઇ ગઇ હતી, આ વરિયાળીના શણગાર- વાઘા સાંખ્ય યોગી માતાઓ, હાલોલના સત્સંગી યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા, મંદિરના પૂજારીઓ શ્રી હરિકૃષ્ણનંદજી, ચેતન્યનંદજી, ભાવિક ભટ્ટ વગેરે શણગાર માટે રાતભર સેવા કરી હતી. રવિવારે હજારો હરિભક્તો એ સવારે ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સાંજે ભક્તોને વરિયાળીનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન પૂ. શ્યામ વલ્લભ સ્વામીએ કર્યું હતું, વડતાલ નિજ મંદિરમાં દેવોને લીલી વરીયાળીના વાઘા ધરાવાયા ૧૫૦૦ કિલો વરિયાળીનો શણગાર ધરાવાયો.
નરેશ ગનવાણી : નડિયાદ