લોકડાઉનને પગલે જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે મુશ્કેલી અનુભવતા સાવ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શાકભાજી જેવી વસ્તુ ઘરબેઠા મળી રહે તે માટે જિલ્લા વહિવટીતંત્રની પ્રેરણા સાથે વડતાલ મંદિર દ્વારા જુદા જુદા ગામોમાં શાકભાજીનું વિતરણ થઇ રહ્યુું છે. અમોદ તાલુકાનાં ૩૦૦૦ ની વસ્તી ધરાવતા દાદા ગામે જરૂરિયાતમંદોને ૨૫૦ કીટોનું વિતરણ આગેવાનો પ્રવિણભાઇ પટેલ, વિમલભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ દિનેશભાઇ પટેલ, મહેશભાઇ પટેલ તથા ગામના વડીલો અને યુવાનોને હસ્તે થયું હતું. વડતાલ મંદિરનાં સહાયક કોઠારી ડૉ.સંત સ્વામીની પ્રેરણાથી ચાલતો શાકભાજી સેવાયજ્ઞ આજે ૩૪ માં દિવસમાં પ્રવેશ્યો હતો.
Advertisement