દેશભરમાં કોરોના વાયરસની મહામારી સામે લોકો લડત લડી રહ્યા છે ત્યારે લોક ડાઉનને પગલે તમામ કામ ધંધો બંધ છે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે લોકોને ભોજન સહિતની સામગ્રીની જરૂર પડતાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના ગાદીપતિ અજેન્દ્રપ્રસાદ મહારાજની આજ્ઞાથી રાજ્યમાં અનેક જગ્યાએ શાકભાજી વિતરણ, ભોજન વિતરણ, સેનેટરાઈઝર વિતરણ તેમજ અનાજ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના રાજકોટ, સુરત ,વડોદરા, ગોધરા અમરેલી સહિત અનેક શહેરોમાં ભોજન કીટ અને અનાજ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ ગઢડા અને સ્વામિનારાયણ મંદિર બગસરા દ્વારા દરરોજ ૧૦૦૦ થી વધુ લોકોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે. જૂનાગઢમાં 500 લોકોને ભોજન કરવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી રાહત ફંડમાં ૧૧ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા સુરત રાજકોટ સહિતના વિસ્તારોમાં માસ્ક બનાવીને વેચવામાં આવી રહ્યા છે.વિવિધ જગ્યાએ સેનેટ રાઈઝર વેચવામાં આવી રહ્યા છે.ઇંગ્લેન્ડ, જર્મની, દુબઈ વિસ્તારોમાં પણ પેનિક આઇસરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
વડતાલનાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગાદીપતિઓ દ્વારા જરૂરિયાત મંદ લોકોને શાકભાજી અને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે.
Advertisement