Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના વાઘોડિયા વિધાનસભામાં કોંગ્રેસ એ પદયાત્રા યોજી.

Share

વડોદરાના વાઘોડિયા વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા મસાણી માતાજીના મંદિર સુધી પદયાત્રા યોજવામાં આવી, આ પદયાત્રા આશરે 7 થી 10 કિલોમીટરની હતી. કોયલીથી અનગઢ મસાણી માતાના મંદિર સુધી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, હજારોની સંખ્યામાં આ પદયાત્રામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો જોડાયા હતા.

આ કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, સાથે વડોદરા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગરભાઈ બ્રહ્મભટ્ટ, વડોદરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ ઝાલા, જીલ્લા સદસ્ય કિરણભાઈ રાઠોડ અને વાઘોડિયા વિભાનસભા કોંગ્રેસના સંભવિત ઉમેદવારો યોગપાલસિંહ ગોહિલ, જયેંદ્રસિંહ ચાવડા, દિલીપભાઈ ભટ્ટ, સત્યજીત ગાયકવાડ, રાજુભાઈ ઠાકોર, કનુભાઈ ગોહિલ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

પદયાત્રા મસાણી માતા મંદિર પહોંચી ત્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આજુબાજુના ગ્રામજનો સાથે જંગી સભા કરવામાં આવી. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજની માંગ સ્થાનિક ક્ષત્રિય ઉમેદવારને વાઘોડિયા વિધાનસભામાંથી ઉમેદવારી કરાવામાં આવે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરઃ શહેરમાં સ્વચ્છતા રથનો પ્રારંભ, બે તબક્કામાં વિવિધ વિસ્તારોમાં ફરશે

ProudOfGujarat

નાંદોદના બીડ પાસે વડોદરા તરફથી આવતા દંપત્તિનું અકસ્માત:પતિનું ઘટનાસ્થળે મોત

ProudOfGujarat

ચોમાસાની ઋતુ બેસવા જઇ રહી છે ત્યારે ભરૂચ જીલ્લા ના વાલિયા તાલુકા ખાતેના વડફળીયા ગામમાં મોર નુત્ય કરતો નજરે પડ્યો હતો……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!