મૂળનિવાસી એકતા મંચ છેલ્લા ઘણા સમયથી કરજણ તાલુકામાં એક સક્રિય સંગઠન તરીકે પોતાની છાપ ઊભી કરી છે. મૂળનિવાસી એકતા મંચનો મુખ્ય ઉદ્દેશ માત્રને માત્ર સર્વ સમાજના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે કોઈ પણ ઘટનાનાં સ્થળે પહોંચીને ભોગ બનનાર વ્યક્તિને મદદ કરવાનું કામ કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને સરકારી યોજનાનો લાભ અપાવે છે. તેઓને કોઈ પણ જગ્યાએ કોઈ જરૂરિયાત હોય ધારો કે કોઈ સરકારી કચેરીમાં પોલીસ સ્ટેશનમાં ત્યારે એવા સમયમાં મૂળનિવાસી એકતા મંચના કાર્યકરો કન્વીનરો પીડિત લોકોને મદદ રૂપ થાય છે તથા કરજણ તાલુકામાં બહુજન નાયકોની વિચારધારાને ઘરે-ઘરે સુધી પહોંચાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે તથા કરજણ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં બહુજન નાયકોની પ્રતિમા મૂકવામાં પણ અગ્રેસર છે.
ખૂબ ઓછા સમયમાં ઘણા મહત્વના કામો પ્રજાના હિત માટે કર્યા છે. ત્યારે સફળતાપૂર્વક ૨ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે આજરોજ મૂળનિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર, રાજુભાઈ વસાવા, જીગ્નેશ ભાઈ, નીતિનભાઈ, નરેશભાઈ, રણછોડભાઈ નાઓએ સાથે રહીને પાલેજ – નારેશ્વર માર્ગ પર આવેલા પાછીયાપુરા, પુનિત પુરા, કરણ, શનાપુરા, હલદરવા ગામમાં આવેલી ગ્રામ પંચાયત કચેરીમાં ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની છબી ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ તથા તલાટી કમ મંત્રીની હાજરીમાં અર્પણ કરીને સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી.
ગ્રામ પંચાયત કચેરીમાં છબી મૂકવા પાછળનો હેતુ માત્ર એટલો છે કે આ છબી મૂકવાથી ગામના લોકો ગ્રામ પંચાયત કચેરીમાં જ્યારે પોતાના કામના કારણે આવશે ત્યારે તેઓ પણ આ છબી જોઈને બાબાસાહેબ આંબેડકરની ઓળખશે. બાબાસાહેબ આંબેડકરે ભારત દેશના તમામ નાગરિકો માટે કરેલા કાર્યો આધુનિક ભારતની રચના કરવામાં આપેલું યોગદાનને યાદ કરી નવા વિચારોનું સિંચન કરે અને પ્રેરણા મેળવે. સૌથી મોટી વાત કે ભારત દેશને ખુબ જ સુંદર બંધારણ તૈયાર કરવામાં મહત્વનું યોગદાન આપનાર બાબાસાહેબ આંબેડકરના વિચારો ઘરે-ઘરે સુધી પહોંચે માટે આ છબી મૂકવાનું નક્કી કરેલ છે અને તમામ ગામના સરપંચઓએ તથા તલાટી કમ મંત્રીઓએ સારો પ્રતિસાદ આપ્યો હતો એમ મિનેષ પરમારે જણાવ્યું હતું.
યાકુબ પટેલ : કરજણ