Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાનાં સિમળી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ટ્રેકટર ખાબકતા ટ્રેકટર ચાલકનું મોત નિપજયું…

Share

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સિમળી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ટ્રેક્ટર ખાબકતા ટ્રેક્ટર ચાલકનું મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સિમળી પાસેથી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચ કેનાલમાં ટ્રેકટર ખાબકતા ભારે દોડધામ મચી જવા પામી હતી. ટ્રેક્ટર ચાલક હિતેશ પટેલ જ્યારે ખેતરેથી પરત ફરી રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકટોળા ઉમટયા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ ટ્રેક્ટરને જે.સી.બી મશીનની મદદથી બહાર કાઢયું હતું. ઘટનામાં ટ્રેકટર ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં શિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પી.એમ.અર્થે મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. વધુ તપાસ શિનોર પોલીસ ચલાવી રહી છે.

યાકુબ : પટેલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે GIDC ઓફીસમાં જન જાગૃતિ આંદોલનની મહીલાઓનો હલ્લાબોલ…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મોરા ખાતે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઈક સવાર ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!