Proud of Gujarat
FeaturedGujaratINDIA

શિનોર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાણાની ઉપસ્થિતીમાં સભા યોજાઈ.

Share

શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સમગ્ર ગુજરાતભરમાં મહા જનસંપર્ક અભિયાન યોજાઈ રહ્યું છે ત્યારે આજરોજ શિનોર તાલુકાના વણીયાદ, મોટા ફોફળિયા અને માલસર ગામોમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાની ઉપસ્થિતિમાં એક જન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પક્ષ નેતા પરેશ ધાણાની ઉપસ્થિતીમાં આગામી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરેશ ધાણાનીએ કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ભાજપની સરકાર ખેડૂત વિરોધી સરકાર છે જેના કારણે ભાજપનાં રાજમાં હાલના સમયમાં હાલત કફોડી બની જવા પામી છે. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ ડાભી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર કોકો, શિનોર તાલુકા પ્રમુખ મયુરભાઈ પટેલ, વડોદરા જિલ્લા આરોગ્ય સમિતીના ચેરમેન નિલાબેન ઉપાધ્યાય, અભિષેક ઉપાધ્યાય, કોંગ્રેસના મહિલા કાર્યકરો સહિત સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના ખોજબલ ગામ ખાતે મારામારી થતા ૬ જેટલા લોકો ને ઈજાઓ.

ProudOfGujarat

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અંકલેશ્વરમાં સરદાર પટેલવાડી ખાતે લેઉઆ પટેલ સમાજના સભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રૂપનગર ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સનાં ઇએમટી કર્મચારીને રોકી માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!