દિનેશભાઇ અડવાણી
તાજેતરમાં જ વડોદરા ડિવિઝનમાં ટ્રેન પર પથ્થર ફેંકવાના અસંખ્ય બનાવો બન્યા હતા.મોટા ભાગના બનાવોમાં ટ્રેનની આસપાસ રહેતા બાળકો તથા યુવકોએ આ પ્રકારના બનાવોને અંજામ આપ્યો હોય એમ જણાયું હતું તેમાં પણ મોટાભાગના બનાવોમાં પાટાની આસપાસ રમતા નિર્દોષ બાળકોએ મસ્તી દરમિયાન રમતમાં આમ કર્યું હશે.જેને લક્ષ્યમાં રાખીને હવે રેલવે સુરક્ષા દળ વડોદરા ટ્રેન પર પથ્થર ન ફેંકવાની થીમ અંતર્ગત મિત્રતા જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોમાં આ અભિયાન અંતર્ગત આરપીએફ દ્વારા ડિવિઝનના મહેમદાબાદ,બાજવા , ભરૂચ યાર્ડ,ચાવજ, ચાંપાનેર, ગોધરા, અંકલેશ્વર તથા વડોદરામાં પાટાની આસપાસ રહેતા બાળકો તથા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.તેમજ ટ્રેન પર પથ્થર ન ફેંકવાની સલાહ આપવાની સાથે સાથે તેના ખરાબ પરિણામો અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત લોકોને જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારના બનાવો માલુમ પડે તો તરત જ હેલ્પ લાઈન નંબર 182 પર જાણકારી આપવી.ડિવિઝનમાં મિત્રતા જાગૃતિ અભિયાન આગળ પણ ચાલુ જ રહેશે.