વડોદરાની પાણીગેટ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂનાં જથ્થા સાથે એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 3ને ઝડપી પાડ્યા છે. પાણીગેટ પોલીસની ટીમ વાઘોડિયા રોડ ઉકાજીનાં વાડિયા પાસે રૂટીન ચેકિંગમાં હતી. દરમિયાન એક કારને ઉભી રાખવામાં આવી જેમા તપાસ કરતા રૂપિયા 57,600ની કીમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂનાં જથ્થા સાથે પોલીસે કારમાં સવાર પુનીત લાલક્રષ્ણ ગુપ્તા, પ્રવિણ નરસિંહભાઈ ગુડોલ તેમજ સાગર પ્રકાશભાઈ પ્રજાપતિની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો દમણથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઝડપાયેલા ત્રણ આરોપી પૈકી પ્રવિણ ગુડોલ વલસાડ રૂરલ તાલુકા પોલીસ મથકે ફરજ બજાવે છે. પોલીસે વિદેશી દારૂ અને કાર સહિત રૂપિયા 4.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસે બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. દમણથી કારમાં વિદેશી દારૂનાં પાઉચ ભરીને વડોદરા આવતા વલસાડનાં પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યા હતા. તમને જણાવી દઇએ કે, વહેલી સવારે પાંચ વાગ્યે વાઘોડિયા રોડ ઉકાજીનાં વાડિયા નજીકથી પસાર થતી એક કારને પોલીસે ઉભી રાખી તપાસ કરી હતી. કારમાંથી વિદેશી દારૂનાં ૫૭૬ પાઉચ કિંમત રૂપિયા ૫૭,૬૦૦નાં મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા ૪.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે, દારૂ દમણમાં કોની પાસેથી લાવ્યા? તેની તપાસ કરવાની છે. આરોપી પ્રવિણ ગુડોલ વલસાડ રૂરલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આરોપી પુનીત અને સાગર ઉપર અગાઉ પણ પ્રોહિબીશનનાં ગુનાઓ નોધાયા છે.
વડોદરા નજીક વિદેશી દારૂનાં જથ્થા સાથે વલસાડ પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ ઝડપાયા : બે દિવસના રિમાન્ડ મંજુર .
Advertisement