વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ બહુચરાજી મંદિરનો જીર્ણોદ્ધાર અને ધાર્મિક મૂર્તિઓનું પ્રાણ પ્રતિસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ અંગે મંદિરમાં પૂજા કરતા બીરેનભાઈ પૂજારીએ જણાવ્યુ હતું કે વર્ષ 2016 માં આ મંદિરના ગર્ભગૃહનો કેટલોક ભાગ જર્જરિત થતા પડી ગયો હતો, આગાઉ જુના મંદિરના બાંધકામને વર્ષો થઈ ગયા હોવાથી જીર્ણોદ્ધાર કરવો જરૂરી હતો, જેથી નિર્ધારિત સમય ગાળા દરમિયાન મંદિરનું સમારકામ હાથ ધરવામાં આવ્યું. આ માટે સ્થાનિક કારીગરો ઉપરાંત રાજસ્થાન અને બિહારથી કારીગરો આવ્યા અને 50 જેટલા કારીગરોની તનતોડ મહેનત પછી આ બહુચરાજી માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર આજે થયો, આ અંગે વધુમાં પૂજારી બીરેનભાઈ એ જણાવ્યું હતું કે આમ તો આ મંદિર અંદાજિત 350 વર્ષ કરતા વધુ જૂનું છે.પરંતુ તે સમયે રાજવી પરિવારના મહારાજા માનાજી રાવ ગાયકવાડ ત્રીજાને પીઠમાં અસાધ્ય રોગની ગાંઠ થઈ જે માટે તેમને અનેક ઉપચારો કર્યા હતા. પરતું તેમને સારું થતું ના હતું. માતાજીના પરમ ભક્ત એવા માનાજી રાવ ત્રીજાને એક દિવસ ભક્તે આ રોગથી મુક્તિ મોટા બહુચરા માતાજીના મંદિરે જવાનું કીધું હતું જેથી તેઓ ત્યાં ગયા અને માતાજીની પૂજા કરી અને પીઠ પર માટી લગાવી હતી ત્યારબાદ સમય જતા તેવો આ રોગમાંથી મુકત થાય જેને લઈ તેમને વિચાર આવ્યો કે વડોદરા રાજ્યમાં પણ માં બહુચર માતાજીના મંદિરની સ્થાપના થવી જોઈએ, દરમિયાન તેમને તપાસ કરતા ખબર પડી કે વડોદરાના હાલ કારેલીબાગ વિસ્તારમાં બહુચર માતાની નાની દેરી આવેલી છે. આ દેરીની નજીક એક વાવ છે અને વાવમાં બહુચર માતાની મૂર્તિ છે જેથી વાવમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલી માતાજીની બાળ સ્વરૂપની મૂર્તિ તે સમયે ધાર્મિક વિધિથી સ્થપના કરવામાં આવી હતી જે વાત 258 વર્ષ પહેલાંની છે તે સમયે માતાજીની દેરી પૂજા વિધિ કામેશ્વર તપોવનના પરિવાર દ્વારા કરવા આવતી હતી. અને તેમના પ્રયાસોથી તે સમયે પ્રાગટ્ય સ્વરૂપની મૂર્તિની સ્થપના કરવામાં આવી હતી.
જોકે હાલ તેમની 11 મી પેઢી આ બહુચરાજી મંદિર કારેલીબાગમાં પુજા પાઠ આરતી સહિતની ધાર્મિક સેવાઓ આપી રહ્યું છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલા આ મંદિરનો જીર્ણોદ્ધાર વડોદરાના રાજવી પરિવાર દ્વારા સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટ, ઉપરાંત પરેમાઉન્ટવાળા કેવલ કૃષ્ણ તુલી અને સહયોગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને એવો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે કે વર્ષો આગાઉ આ મંદિરમાં જે રીતે લાકડાની કલાકૃતિ અને નકસી કામોથી આકર્ષિત બાંધકામ હતું, તેવી જ રીતે નવું બને જેથી કારીગરોના અથાગ મહેનતથી તેવી કલાકૃતિ ઉદેપુર અને જયપુરથી મગાવેલા ગુલાબી પથ્થર પર કલા કૃતિઓ અલોકીક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ આ મંદિરમાં વાર તહેવારે અને નવરાત્રી દરમીયાન મોટી સંખ્યામાં માઇ ભક્તો વડોદરા ઉપરાંત બહારગામથી આવે છે. અને માતાજીની પુજા અર્ચન કરે છે જેમાં કેટલાક ભક્તો માતાજીની બાધા પણ રાખે છે અને તે બાધા પુરી થાય તો માતાજીનું વાહન એવા કુકડાને મંદિરમાં રમતો મૂકી જાય છે.
આજે આ બહુચર માતાજીના મંદિરમાં રાજવી પરિવારના મહારાજા શ્રીમંત સમરર્જિત સિંહ ગાયકવાડ સાહેબ મંદિરના જીર્ણોદ્ધાર અને મૂર્તિની પ્રાણ પ્રતિસ્થાન વિધિમાં આવ્યા હતા, અને પૂજા વિધિમાં પણ જોડાયા હતા, વડોદરાના આ બહુચરાજી મંદિરમાં પાર્વતી માતાની મૂર્તિ, હનુમાન દાદાની મૂર્તિ, ગણપતિ દાદા ની મૂર્તિ, ભાથુંજી દાદાની મૂર્તિ, બળિયા દેવજી ની મૂર્તિ, દુધિયા મહાદેવની મૂર્તિ, સાથે નંદી અને કાચબાની નવી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, આ માટે 7 કરતા વધુ ભૂદેવો ધાર્મિક વિધિથી બે દિવસ યજ્ઞ સહિતની પુજા વિધિ કરી રહ્યા છે. આજે શરૂ થયેલી આ પૂજા વિધિ આવતીકાલે સાંજ સુધી કારેલીબાગના બહુચરાજી માતાના મંદિરમાં ચાલશે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સુપ્રસિદ્ધ બહુચરાજી મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો.
Advertisement