વડોદરા શહેરમાં રસ્તે રખડતા ઢોરોના કારણે નાગરિકોને ઈજા થવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તંત્ર રસ્તે રખડતા ઢોરોને પકડવાની કામગીરીના દાવાઓ કરી રહી છે પરંતુ તે દાવાઓની સામે વાસ્તવિકતામાં રોજે અનેક નાગરિકો રસ્તે રખડતા ઢોરોના કારણે ઇજા થવાના સમાચાર મળી રહ્યા છે. સરકારી ચોપડે નોંધાયેલી વિગતો મુજબ વધુ બે યુવાનોને રસ્તે રખડતા ઢોરોના કારણે ઈજા થઈ છે જેમાં શહેરના કિશનવાડી વિસ્તારમાં વલ્લભ રેસીડેન્સીમાં રહેતા 30 વર્ષીય સાગર કુટે તેમના નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સંગમ ચાર રસ્તા પાસે રસ્તે ગાય આવી જતા તેઓ ડિવાઈડરમાં પટકાયા હતા. ઇજાગ્રસ્ત સાગરને સારવાર અર્થે પહેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી સયાજી હોસ્પિટલમાં રિફર કરતાં તબીબો એ તેની સારવાર શરૂ કરી હતી. જેમાં પાંચ ટાંકા લેવાની તબીબોને ફરજ પડી હતી. ટૂંકી સારવાર બાદ વહેલી સવારે તેને ડિસ્ચાર્જ અપાયો હતો તો બીજા બનાવવામાં શહેરના વાઘોડિયા રોડ ડી માર્ટ પાસે રહેતા 17 વર્ષીય હાર્દિક વસાવાને ગુરુકુળ ચાર રસ્તા ખાતે રસ્તે રખડતા ઢોરના કારણે ઈજા થઈ હતી જેને સારવાર અર્થે આજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરામાં રખડતા ઢોરોના કારણે બે યુવાનો ઇજાગ્રસ્ત.
Advertisement