Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં તસ્કરોએ બિલ્ડરના ઘરને નિશાન બનાવી ૧૬ લાખની ચોરીને આપ્યો અંજામ.

Share

વડોદરા શહેરમાં આતંક મચાવતા તસ્કરોએ ફતેગંજમાં બિલ્ડરના મકાનમાંથી ૩૫ તોલા સોનાના દાગીના અને રોકડા સાત લાખ મળી કુલ રૂ. ૧૬ લાખની હાથસફાઈ કરી હતી. ફતેગંજ બ્રીજ પાસે શ્રીરંગ સોસાયટીમાં રહેતાં બિલ્ડર ઈમરાનહુસેન હૈદરહુસેન સૈયદ તા. ૩૦ જૂનના રોજ સુરતના કોસંબા ખાતે ભાણીના લગ્ન હોવાથી ગયા હતા. જ્યારે તેમના પરિવારના સભ્યો તા. ૧ જુલાઈએ મકાન બંધ કરી સુરત પહોંચ્યા હતા. લગ્ન પ્રસંગ પતાવી ઈમરાનહુસેન પરિવાર સાથે ઘરે પરત ફર્યા હતા.તેઓ પહેલા માળે દ૨વાજાનું લોક ખોલવા જતાં ખુલ્યું ન હતું. જેથી રસોડાની બારીની ગ્રીલ ટેકનિશિયનની મદદથી ખોલાવી અંદર ગયા હતા. તે વખતે મકાનના મુખ્ય દરવાજાનું લીવર લોક અંદરથી બંધ હતું જે સીધું કરીને દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ ઈમરાનહુસેન ઘરમાં તપાસ કરતાં સર-સામાન વેરવિખેર પડેલો હોઈ ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તસ્કરોએ રસોડાની તથા બાળકોના રૂમની બારીના સળિયા તોડી ઘરમાં ઘુસ્યા હતા.
તસ્કરોએ ઘરમાંથી રોકડા રૂ. ૭ લાખ અને ૩૫ તોલા દાગીના મળી કુલ રૂ. ૧૬ લાખની ચોરી કરી હતી. બનાવ અંગે સયાજીગંજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નાંદોદ તાલુકાના માંગરોળ ગામેથી બે દીપડા રેસ્ક્યુ કરાયા.

ProudOfGujarat

વડોદરામાં ચાઈનીઝ ઠગોના ઇશારે લોનધારકને બ્લેકમેલ કરતા દિલ્હીના બે શખ્સો પકડાયા

ProudOfGujarat

નડિયાદ : નેશનલ હાઇવે નં ૪૮ પર ટ્રકની બ્રેક ફેલ થતાં ૪ ને ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!