વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા કલ્યાણરાયજી મંદિરની સામે મહેતાપોળના નાકે આવેલ ઇન્ડિયન ઓવરસીસ બેંકની શાખામાં અચાનક રાતે આગ લાગતાં દાંડિયાબજાર ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.
આગની શરૂઆત સર્વર રૂમથી થઈ હોવાનું જાણવા મું હતું. મોડીરાતે મહેતાપોળની બહાર યુવકો બેઠા હોવાથી ધુમાડા જોઈ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ આવી ત્યારે અંદર જઈ શકાય તેવી સ્થિતિ નહીં હોવાથી બારીઓના કાચ તોડી ફાયર ફાઈરિંગ કર્યું હતું. એક કલાકની કામગીરી બાદ આગ કાબુમાં લેવાઈ હતી. આગમાં અગત્યના કેટલાક દસ્તાવેજો ફર્નિચર તથા ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકશાન થયું હતું. કેટલા રૂપિયાનું નુકશાન થયું છે તે હજી સુધી ચોક્કસ રીતે જાણવા મળ્યું નથી. અન્ય ચીજોના નુકસાનની વિગતો મેળવવા પોલીસ કાર્યવાહી કરી રહી છે.