સૌજન્ય/વડોદરા: અખંડ ફાર્મ મહેફિલ કાંડને 23 ડિસેમ્બરે 2 વર્ષ પૂરા થશે. તેમાં ચાર્જશીટ થવાની શક્યતા છે. જો કે એક પ્રોબ્લેમ છે. અંદાજે 1200 પાનાની ચાર્જશીટ પૈકી કેસના 273 અારોપીઓને 800 થી 900 પાના આપવા પડશે. આ જોતા કુલ પેજનો આંકડો 2 લાખને પાર કરી જશે. તેનો ઓફિસમાં જ ઝેરોક્ષ કાઢી સેટ બનાવવા માટે એક અઠવાડિયાનો સમય લાગે અને ખર્ચ પણ 1 થી 2 લાખ સુધી થઇ જાય. અાનો ઉપાય અે છે કે ચાર્જશીટની આ નકલ આરોપીઓને સીડી કે પેન ડ્રાઇવમાં આપવામાં આવે તો 26 ઝાડ અને 17 લાખ લિટર પાણી બચી જાય.અખંડ ફાર્મમાં ગત 23 ડિસેમ્બરે 2016ના રોજ લગ્નપ્રસંગમાં દારૂની હાઇપ્રોફાઇલ પાર્ટીમાં પોલીસે 273 લોકોને પકડ્યા હતા. આ કેસમાં અત્યાર સુધી 129 જણની ધરપકડ થઇ છે જ્યારે 14 મહિલાઓ હજુય વોન્ટેડ છે.
ચાર્જશીટ પેન ડ્રાઇવમાં અાપો તો 26 ઝાડ બચી શકે
ડીએસપી તરૂણકુમાર દુગ્ગલને પૂછતા તેમણે કહ્યું હતું કે, અખંડ ફાર્મ કેસમાં હજુ કેટલાક આરોપી પકડવાના બાકી છે, તેમની શોધખોળ ચાલી રહી છે, એકવાર વેરિફાઇ થયા બાદ જ ચાર્જશીટ થશે. ચાર્જશીટ પેનડ્રાઇવ કે સીડીમાં આપવા સંદર્ભે હજુ કોઇ વિચારણા કરી નથી.કોર્ટમાં ચાર્જશીટ થાય તો પોલીસને કેસના તમામ 273 આરોપીને તેની નકલ આપવી પડે. ચાર્જશીટ પૈકી એફઆઇઆર, પંચનામુ, પ્રાથમિક સર્ટિફિકેટ, એફએસએલ સર્ટિફિકેટ અને રેડીંગ પાર્ટી તેમજ સાહેદો મળી 70 જેટલા લોકોના નિવેદનોની કોપી આપે તો પણ દરેકને 800 થી 900 પેજ થવા જાય છે. 273 આરોપીને ગણીએ તો 2 લાખ કરતા વધુ પેજ પોલીસે આપવા પડે.
એક્સપર્ટ ઓપિનિયન એક ઝાડમાંથી અંદાજે 8333 પેપર બને
આમ તો, 5 થી 6 પ્રકારના વૃક્ષમાંથી કાગળ બને છે. 45 ફૂટ ઉંચાઇ અને 8 ઇંચ ડાયામીટરના ચીડ પાઇન વૃક્ષમાંથી સરેરાશ 8333 પેપર બને. 100 પેપર શીટ માટે 870 લિટર પાણીની જરૂર પડે એટલે કે એક કાગળ માટે અંદાજે 8.7 લિટર પાણી જોઇએ. હવે તો જૂના કપડાંમાંથી પણ કાગળ બને છે અને તેની 60 થી 70 વર્ષ સુધી તેની આયુ છે. પેપર લેસ પદ્ધતિ પર્યાવરણ માટે ઉત્તમ છે.-અરૂણ આર્ય, પ્રોફેસર ઓફ બોટની, મ.સ.યુનિવર્સિટી
પ્રિન્ટ આગળ-પાછળ છાપવા સુપ્રીમ કોર્ટમાં પીટિશન થઇ છે
CIPCની કલમ 207 મુજબ ચાર્જશીટ જે રીતે કોર્ટમાં જમા થાય,તે જ પ્રકારે આરોપીને અાપવી પડે. સોફ્ટ કોપી કે સીડીમાં આપવાની કોઇ જોગવાઇ નથી. સીઆઇડી અને સીબીઆઇ કેટલાક કેસોમાં ચાર્જશીટ