Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં વૃક્ષ પોલીસકર્મીના માથા પર પડતા ઘટનાસ્થળે જ મોત.

Share

ગઇકાલે સાંજના સમયે ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ શરૂ થયો હતો. દરમિયાન શહેરના અજબડી મીલ પાસેથી એક્ટીવા ઉપર પસાર થઈ રહેલા પોલીસ જવાન ઉપર તોતિંગ ઝાડ પડતાં સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. એક્ટિવા સવાર ઉપર ઝાડ પડતા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

મળેલી માહિતી પ્રમાણે આજે સાંજે છ વાગ્યાના સુમારે શહેરમાં ભારે વંટોળ સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ શરૂ થયો હતો. આ સમયે અજબડી મીલ રોડ ઉપરથી એકટીવા ઉપર પસાર થઈ રહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અમરસિંહ ગોરધનભાઈ રાજપૂત ઉપર ઝાડ પડતાં માથામાં થયેલી ગંભીર ઇજાના કારણે તેઓનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

​​કડાકા સાથે ઝાડ એકટીવા ઉપર પડતાની સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. પરંતુ ઝાડનું થડ વજનદાર હોવાના કારણે સ્થાનિક લોકો ઉઠાવી શકે તેમ ન હોવાથી આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયરના અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એક્ટીવા ઉપરથી ઝાડને દૂર કરી લોહીલુહાણ થઇ ગયેલા પોલીસ જવાન અમરસિંહ રાજપૂતને તુરંત સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગેની જાણ પાણીગેટ પોલીસ સહિત શહેર પોલીસતંત્રમાં થતાં પોલીસ તંત્રમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. બીજી બાજુ આ બનાવ અંગેની જાણ અમરસિંહના પરિવારજનોને કરવામાં આવતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- ગુજરાત હાઉસિંગ બોર્ડ ના યુવાનો દ્વારા બિનવારસી રખડતી ગાયોને પાંજરાપોળ મુકવાની અપીલ કરવામાં આવી…

ProudOfGujarat

સુરત : ધો-4 થી ધો-9 સુધીનાં નકલી સર્ટિફિકેટ બતાવી બેલદાર બનનાર પોલીસપુત્ર સહિત 4 ની લાલગેટ પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

ભરૂચના ખુરશીદ પાર્ક વિસ્તારમાંથી આઠ જુગારીઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!