Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના કમલાનગર તળાવમાંથી મળી આવ્યા ચલણી નોટોના બંડલ.

Share

વડાપ્રધાનના કાર્યક્રમના પૂર્વ દિવસે શહેરના આજવારોડ પાસે આવેલા કમલાનગર તળાવમાંથી રૂા.5.30 લાખની રોકડ મળી આવતાં શહેર પોલીસ તંત્રમાં હલચલ મચી ગઇ હતી, પોલીસે રોકડ ફેંકનારની તપાસ હાથ ધરી છે. 18 મી જૂને જયારે કમલાનગર તળાવમાંથી રોકડની નોટો મળી હતી એ દિવસની આસપાસ શહેરના એક તબીબી સંસ્થાનમાં આવકવેરા વિભાગે રેડ કરી હતી એટલે તે સંસ્થાને નોટનું બંડલ રાતના સમયે ફેંકી ગયું હોવાની પોલીસને શંકા છે.

બાપોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 18 મી જૂનના રોજ શહેરના લેપ્રસી મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાયો હતો પણ તે દિવસ પૂર્વે શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવની સફાઈ કરવા માટે કેટલાક શ્રમિકોને કામે લગાડાયા હતા ત્યારે એક શ્રમિકની નજર એક કોથળીમાં તરી રહેલાં રોકડ નોટોના બંડલ પર પડતાં તેણે સાથી શ્રમિકોને કહ્યું હતું ત્યારે ત્યાં હાજર રેલવે કોન્સ્ટેબલને શ્રમિકે જાણ કરી હતી.

રેલવે કોન્સ્ટેબલે તુરંત જ શહેર પોલીસ કંટ્રોલને જાણ કરી હતી અને શહેર પોલીસે બાપોદ પોલીસને આ બાબતે સંદેશો આપ્યો હતો. જેથી બાપોદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નોટોના બંડલ કબજે કર્યા હતા અને પોલીસ મથકે જમા કરાવ્યા હતા.આ બનાવના બીજા દિવસે વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી પોલીસે વાત દબાવી રાખી હતી. તળાવમાંથી મળેલી નોટોમાં ફૂગ લાગી ગઇ હતી એમ બાપોદ પોલીસે જણાવ્યું હતું. નોટોની હાલત લાગતું હતું કે નોટોનું બંડલ ઘટનાના ચાર દિવસ પૂર્વે ફેંકાઈ હોવાનું અનુમાન છે.

Advertisement

તળાવમાંથી મળેલી નોટોને શોધવા માટે બાપોદ પોલીસના પોસઇ ભીલે તપાસ હાથ ધરી હતી તેઓએ તળાવથી દૂર આવેલા અને તે તરફ આવનારા રસ્તાઓના 15 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા પણ નોટો ફેંકનારની કોઇ ભાળ પોલીસને મળી ન હતી. એસીપી એમ.પી.ભોજાણીએ જણાવ્યું હતું કે પીએમના કાર્યક્રમને લીધે તપાસ થોડીક મંદ હતી પણ હવે તપાસ વેગીલી રીતે કરવામાં આવશે.


Share

Related posts

ગોધરા : કોરોનાની મહામારીમાં મદદે આવ્યા કોલેજનાં વિદ્યાર્થીઓ રકતદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.

ProudOfGujarat

વલણ હોસ્પિટલમાં કોવિડ-૧૯ સેન્ટર તથા આઈશોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ૧૦૮ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને માર મારતો વીડિયો વાયરલ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!