Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરાનાં ખટંબામાં ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીએ માતા-બહેનને માર્યા ચપ્પુના ઘા.

Share

વડોદરાના ખટંબામાં ઘરમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરનાર યુવકે પોતાની માતા અને બહેન પર ચપ્પુ વડે હુમલો કરી અસંખ્ય ઘા મારી દીધા હતા. માતા-બહેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ ઘટનામાં બહેનને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારતો ભાઈનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો જોવા મળે છે કે, યુવક ગુસ્સામાં ઘરના કાચ તોડે છે અને તે એટલી હદે નફટાઈ પર ઊતરી આવ્યો હતો. આ વીડિયો ઉતારી રહેલા લોકોને અભદ્ર ઇશારા પણ કરે છે.

વડોદરા શહેરના ખટંબા ખાતે આવેલા ક્રિષ્ના દર્શન વિલામાં રહેતા 48 વર્ષીય શૈની એલેક્સ અબ્રાહમ મલઇકને સંતાનમાં બેન નામનો 24 વર્ષીય દીકરો અને તેનાથી નાની બેટ્ટી નામની 21 વર્ષીય દીકરી છે. મહિલાનો દીકરો બેન ખાનગી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, જ્યારે દીકરી બેટ્ટી ખાનગી યુનિવર્સિટીમાં બી.ફાર્મમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મહિલાના પતિ થર્ડ આય પ્રોટેક્શન નામની ફર્મમાં પેકેજિંગ મટીરિયલ સપ્લાયનો ધંધો કરે છે.

18 જૂને સાંજના 4 કલાકે તેમનો દીકરો બેન ગુસ્સામાં હોય એવું લાગ્યું હતું. ઘરમાં નાણાકીય સંકળામણના લીધે દીકરો બેન માનસિક તણાવમાં આવતાં તે માતા પર અચાનક ગુસ્સામાં આવીને જોરથી બોલવા લાગ્યો હતો. દીકરાને ગુસ્સો કરતાં જોઈને માતાએ તેને સમજાવ્યો હતો, પરંતુ તેણે ગુસ્સો કરવાનું ઓછું ન કરતાં માતાએ પોતાની દીકરીને ફોન કરીને ઘરે બોલાવી હતી. માતાનો ફોન આવતાં જ દીકરી ફટાફટ ઘરે આવીને બહારથી જ પોતાના ભાઈને ગુસ્સો ન કરવા સમજાવી રહી હતી દરમિયાન ભાઈએ પોતાની બહેન ઉપર ગુસ્સો કરી ઘરની સામે રોડ પર સૂવડાવીને ચપ્પુ વડે તેના પેટ અને પગમાં ઉપરાછાપરી 11 ઘા મારી દેતાં તે ચીસો પાડવા લાગી હતી. દરમિયાન માતા દીકરીને છોડાવવા જતાં દીકરાએ તેને પણ ચપ્પુના ઘા મારી ઇજા પહોંચાડી હતી.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રીય એકતા દોડ માટે નીકળેલ દોડવીર મિલિંદ સોમનનું ઝઘડીયા ખાતે આગમન.

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં આંગડિયા પેઢીમાં બોગસ નામ ધારણ કરી લાખોની છેતરપિંડી કરનાર શખ્સ રાજકોટથી ઝડપાયો.

ProudOfGujarat

નવસારીના એઘલ ગામથી સાયકલ પ્રવાસે નીકળેલ નરેશ આહીર તવરા પાંચ દેવી મંદિરે પહોંચતા આહીર સમાજ દ્વારા સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!