Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : એમ.એસ. યુનીવર્સીટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ દ્વારા બાળ મજૂરી વિરોધ સપ્તાહની સમાપ્તિનો કાર્યક્રમ યોજાયો.

Share

અઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે 13 થી 20 જૂન સુધી બાળમજૂરી વિરોધ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા ખાતે એમ.એસ. યુનીવર્સીટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા સંયુક્ત રીતે વિવિધ કાર્યક્રમો યોજીને બાળ મજૂરી અટકાવવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો. ફેકલ્ટીની બહાર વિધાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચવામાં આવી હતી અને બાળકોને મજૂરીએ મોકલવા કરતા ભણતર માટે મોકલવા માટેનો સંદેશો આપવામાં આવ્યો.

ભારત સરકારની નરશનલ કાઉન્સિલ ફોર પ્રોટેક્શન ચાઈલ્ડ રાઇટ સંસ્થા દ્વારા 13 થી 20 જૂન દરમિયાન બાળમજૂરી વિરોધ સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરાની સોશિયલ વર્ક ફેકલ્ટી દ્વારા સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજીને બાળ મજૂરી અટકાવીને બાળકોને ભણવા, રમવા સહિતની પ્રવૃત્તિ કરવા માટેના અધિકારો આપવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો. સોમવારે બાળ મજૂરી વિરોધી સપ્તાહની સમાપ્તિને સમયે સોશિયલ વર્ક ફેકલ્ટી, ચાઈલ્ડ હેલ્પ લાઈન અને એન.એન.એસ દ્વારા સંયુક્ત રીતે ફેકલ્ટીના વિધાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચવામાં આવી હતી.જેમાં ડીન સહિત અધ્યાપકો 200 થી વધુ વિધાર્થીઓ જોડાયા હતા. બાળકોને તેમના મૂળભૂત અધિકારો આપવા તેમજ તેમની પાસે મજૂરી ન કરાવવાનો સંદેશો આપતા પોસ્ટરો બેનરો અને પ્લેકાર્ડ સાથે વિધાર્થીઓ સહિત સંસ્થાના કાર્યકર્તાઓએ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : આમ આદમી પાર્ટી દ્વારા લોકોનાં ઓક્સિજન લેવલનું ચેકીંગ કરાયું.

ProudOfGujarat

વિવિધ મુદ્દે કિશાન વિકાસ સંઘ એન્ડ પોલ્યુશન કંટ્રોલ એસોસિએશન દ્વારા ભરૂચ જીલ્લા સમાહર્તા ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!