Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં રાવપુરા પોલીસ મથકના એ.એસ.આઇ એ અકસ્માત ગ્રસ્ત યુવતીનો જીવ બચાવી માનવતા મહેકાવી.

Share

વડોદરા શહેર પોલીસના જવાનો પુર હોય કે અન્ય કોઈ આફત હોય હંમેશા ખડેપગે પ્રજાની સેવા અને સુરક્ષામાં તત્પર હોય છે. જેનું એક ઉદાહરણ ગતરોજ જેલ રોડ પર જોવા મળ્યું હતું જ્યાં અકસ્માતગ્રસ્ત યુવતીને એમ્બ્યુલન્સની રાહ જોયા વિના PCR વાનમાં બેસાડી અને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવી હતી. આ ઘટના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ધ્યાનમાં આવતા ટ્વીટ મારફતે સરાહનીય કામગીરી કરનાર ASI સુરેશભાઈ હિંગલાજીયાની કામગીરીને બિરદાવી હતી.

પોતાની ફરજ દરમિયાન સાથે કફન લઈને ફરતા પોલીસ જવાનની કહાની તો શહેરીજનો જાણે છે. ASI સુરેશભાઈ હિંગલાજીયા અગાઉ મકરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા જ્યાં તેઓ હાઇવે પેટ્રોલીંગમાં ફરજ બજાવતા સમય જ્યારે કો8 રાહદારીનું ફેટલ સર્જાય અને મૃત્યુ પામે ત્યારે રસ્તા પર ખુલ્લા પડેલા મૃતદેહને ઢાંકવા માટે કોઈ કાપડ પણ સાથે હોતું નહતું. જેથી ASI સુરેશભાઈ ત્યારથી જ પોતાની ફરજ દરમિયાન એક કફન સાથે લઈને ફરે છે. જેઓની આ માનવસેવા અગાઉ પણ પોલીસ વિભાગે બિરદાવી છે.

ગતરોજ ફરી વડોદરા શહેરના પોલીસ જવાન સુરેશભાઈ હિંગલાજીયા એ માનવતા મહેકાવી છે. સુરેશભાઈ હિંગલાજીયા રાવપુરા SHE ટીમની PCR માં ફરજ બજાવતા હતા ત્યારે જેલ રોડ પર વરસાદ બાદ અચાનક વાહનો સ્લીપ થવાની ઘટનાની હારમાળા સર્જાઈ હતી. અનેક વાહનચાલકો રસ્તા પર પડી જતા ઇજા પહોંચી હતી. 108 ને જાણ કરી એમ્બ્યુલન્સ આવે તે પહેલાં ગંભીર રીતે ઘવાયેલી એક યુવતીને ASI સુરેશભાઈ પોતાની PCR માં બેસાડી અને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલ પર પહોંચ્યા બાદ સ્ટ્રેચરની રાહ જોયા વિના જ તેને ખોળામાં ઉઠાવીને ઇમરજન્સી વોર્ડ સુધી લઇ ગયા હતા. સમગ્ર ઘટનામાં અકસ્માતગ્રસ્ત યુવતીને ત્વરિત સારવાર મળી હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ જવાન ની કામગીરીને બિરદાવી સો-સો સલામ પાઠવીને બિરદાવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચનાં દહેજ બાયપાસ રોડ પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

નાંદોદ તાલુકાના બીડ (રસેલા) ગામમાં ગટર લાઈન તથા પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેકટરને કરી રજૂઆત.

ProudOfGujarat

લીંબડી નગર પાલીકાનો કંસારા બજારના દેસાઇપરા વિસ્તારની મહિલાઓએ કર્યો ઘેરાવો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!