વડોદરામાં સિંધરોટ મીની નદી ખાતે માટીનું ખનન કરતા માફિયા ઉપર આજે જનતા રેડ કરવામાં આવી હતી. મીની નદી ખાતે માટીનું ખનન કરતા ડમ્પર પકડવામાં આવ્યા હતા. લગભગ ૬૦ ફૂટથી વધારે ખોદકામ પણ ત્યાં જનતા રેડ દરમિયાન જોવા મળ્યું હતું.
રોયલ્ટી વગરના 24 કલાક ડમ્પરો અહીં ચાલે છે જેમાં ખાણ ખનીજ વિભાગની કોઈપણ જાતની પરવાનગી લેવામાં આવતી નથી. સ્થાનિકો દ્વારા ડમ્પર રોકવામાં આવ્યા ત્યારે તંત્ર જાગતું થયું અને ખાણ ખનીજ વિભાગના એક અધિકારીએ આવીને મુલાકાત લીધી હતી. અત્રે નોંધનીય છે કે રેતી ખનન કરતા માફીયાઓ દિન-પ્રતિદિન વધતા જાય છે, જનતા રેડ પાડયા બાદ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દોડી અને બધું ચેક કરવા લાગ્યા ઉપરાંત અહીં દોડી આવેલ અધિકારીઓએ જનતા સમક્ષ જણાવ્યું હતું કે અમને અમારું કામ કરવા દો તો અત્યાર સુધી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ શું કરી રહ્યા હતા? તે પણ એક પ્રશ્ન સર્જાઈ છે.
વડોદરા : સિંધરોટ મીની નદી ખાતે માટી ખનન કરતા ડમ્પરો ઝડપાયા.
Advertisement