Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

વડોદરામાં આંખમાં મરચાની ભૂકી નાંખી 80 હજારની લૂંટ ચલાવનાર 4 આરોપી ઝડપાયા

Share

 

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં ગચ 15 ઓક્ટોબરના રોજ આઇસ્કીમનો વેપાર કરતા રાજેશભાઇ ચિમનભાઇ બારીયા (રહે. અંબાવ ગામ, ડભોઇ) મિત્ર ભાવેશ સાથે આઇસ્ક્રીમની ઉઘરાણીના રૂપિયા 80 હજાર લઇ મોટર સાઇકલ ઉપર પોતાના ગામ જઇ રહ્યા હતા. દરમિયાન તરસાલી હાઇવે ઉપર દાવત હોટલ પાસે મોટર સાઇકલ ઉપર ધસી આવેલા 4 જેટલા લૂંટારૂઓએ વેપારીની આંખમાં મરચાની ભૂકી નાંખી હતી. અને તેઓ મોટર સાઇકલ ઉપરથી પડી જતાં રૂપિયા 80 હજાર રોકડ મૂકેલ થેલાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

Advertisement

મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી આ ફરિયાદ અંગે ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. જેમાં 4 વ્યક્તિઓ શિવમ કિરણ પરમાર (રહે. ઋષિ પાર્ક, ડભોઇ રોડ), મયુર ઉર્ફ ભગો જીતેન્દ્ર વસાવા ( રહે. શુભલક્ષ્મી કોમ્પ્લેક્ષ, ડભોઇ રોડ), સુનિલ અરૂણ શર્મા (રહે. ઋષી પાર્ક, ડભોઇ રોડ) અને જસવંત ઉર્ફ લલ્લો નટવર કહાર (રહે. કહાર મહોલ્લો, નવાપુરા)ને ક્રાઇમ બ્રાંચની ટીમે સોમા તળાવ પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી રૂપિયા 50,000 રોકડ પણ મળી આવી હતી. તેઓને રોકડ રકમ વિષે પૂછતા તેઓ જવાબ આપી શક્યા ન હતા. અને આઇસ્ક્રીમના વેપારીને લૂંટ્યાની કબૂલાત કરી હતી.


Share

Related posts

વિસાવદર માધવ ક્રેડિટ કો-ઓપરેટીવ મંડળી દ્વારા કોરોના વાઈરસ પ્રતિરોધક દવાનું નિશુલ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

ભાવનગર ના ઘોઘા તાલુકા ના કણકોટ ગામમાં ઢોર માર મારી યુવાનની કરી હત્યા

ProudOfGujarat

અભિનેતા નવનીત મલિક એ આગામી ફિલ્મ ‘ધ વર્જિન ટ્રી’ની પુષ્ટિ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!