ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા દ્વારા વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ વડોદરામાં શુક્રવારે જુમ્માની નમાઝ ટાણે આક્રોશ જોવા મળ્યો છે. શુક્રવારે વહેલી સવારે વડોદરાના રાવપુરા વિસ્તારમાં લઘુમતી કોમની વસ્તી ધરાવતાં મચ્છીપીઠ-નવાબવાડાના પાછળના ભાગે જાહેર રસ્તા પર નુપુર શર્મા અને નવિન જિંદાલની પોસ્ટરો લગાડીને વિરોધ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો. જ્યારે બપોરે જુમ્માની નમાઝ બાદ વડોદરામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનનો પણ કારસો ઘડવામાં આવ્યો હતો. જેને પોલીસે સંયમપૂર્વક કામગીરી કરીને નિષ્ફળ બનાવ્યો હતો. માંડવી ખાતે જુમ્મા મસ્જીદ પાસેથી એક યુવાનને પોસ્ટર સાથે પોલીસે પકડી પાડ્યો હતો.
જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચાલી રહેલી એક ટીવી ડિબેટમાં ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો હતો. આ વિવાદ હવે દેશના વિવિધ શહેરોમાં આક્રમકતા સાથે પ્રસરી રહ્યો છે. વડોદરાના મચ્છીપીઠ – નવાબવાડા વિસ્તારમાં નાગરવાડા – સલાટવાડાના જાહેર રસ્તા પર નુપુર શર્માના ફોટો સાથેના પોસ્ટર રોડ પર ચોંટાડી તેમાં તેની ધરપકડની માંગણી કરવામાં આવી છે.
વડોદરા : નૂપુર શર્મા દ્વારા ઇસ્લામિક ધર્મ ગુરુ મોહમ્મદ પયગંબર પર વિવાદિત ટિપ્પણી મામલે કરાયો વિરોધ.
Advertisement