Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : હાસ્ય કલાકાર વિરદાસના કાર્યક્રમને રદ કરવા આવેદન પાઠવી માંગ કરાઇ.

Share

વડોદરામાં આગામી સમયમાં વિરદાસ અકોટા વિસ્તારમાં સર સયાજીનગર ગૃહમાં પણ આવવાના હોય જેનો વડોદરાની સામાન્ય જનતાએ વિરોધ પ્રદર્શિત કર્યો છે.

સમગ્ર વિશ્વમાં ભારત દેશ માટે અને દેવી-દેવતાઓ માટે અભદ્ર ટિપ્પણી કરનાર વડોદરા ખાતે ઉપસ્થિત રહેવાના હોય તેઓ દ્વારા હિન્દુ સમાજના દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતી હોય છે. હિન્દુ સમાજના દેવી-દેવતાઓને બદનામ કરવામાં આવ્યા છે. આથી વડોદરામાં તેઓને પ્રવેશ આપવામાં ન આવે તેવી કલેકટર સમક્ષ વડોદરાવાસીઓએ રજૂઆત કરેલ છે. વડોદરાએ કલાનગરીની સાથે સાથે સંસ્કાર અને સંસ્કૃતિની પણ ઓળખાણ ધરાવતી નગરી છે. ભારત દેશમાં રહીને ભારત દેશનું અપમાન કરવાવાળા વીરદાસ વડોદરા નગરી ક્યારેય નહીં સ્વીકારે, વડોદરાવાસીઓએ કલેકટર સમક્ષ લેખિત રજૂઆત કરી માંગ કરી છે કે વીરદાસને વડોદરામાં પ્રવેશ આપવામાં ન આવે.

Advertisement

Share

Related posts

ગોધરાનાં પાવર હાઉસ વિસ્તારમાં આવેલ વાલ્મીકીવાસ ખાતે આર.સી.સી. રોડમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા સ્થાનિક રહીશોમાં નારાજગી.

ProudOfGujarat

મહેમદાવાદના ઘોડાલી ગામ ખાતે કલેકટર અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચનાં ગાયત્રી નગર પોસ્ટ ઓફિસ બહાર લાગી લાંબી લાઇન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!