Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની ક્ષમા બિંદુ એ આખરે કર્યા આત્મવિવાહ.

Share

વડોદરા શહેરના ક્ષમા બિંદુ અનેક વિવાદોમાં સપડાયા બાદ પોતાના અંગત મિત્રો સામે લગ્ન કર્યા. ક્ષમા બિંદુ એ હલ્દી અને મહેંદીના ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ કરતા જ જાણકારી મળી છે કે તેઓએ નીડરતાથી લગ્નની તમામ વિધિઓ પરિપૂર્ણ કરી.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ક્ષમાએ રીતિ રિવાજો સાથે ઘરમાં જ લગ્ન કરી લીધા. જોકે લગ્નમાં કોઇ વરરાજા ન હતા કે ન હતા પંડિત. આ લગ્નમાં કેટલાક ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા. જો કે લગ્નમાં પીઠી ચોળી અને મહેંદી ફંક્શન પણ રાખવામાં આવ્યું હતું. ક્ષમાએ સાત ફેરા પણ લીધા. કહેવામાં આવી રહ્યું છે ભારતમાં આ પ્રકારના પહેલા લગ્ન છે.

Advertisement

ક્ષમા બિંદુએ આત્મવિવાહ એટલે કે, પોતે જ પોતાની સાથે લગ્ન કરવાની જાહેરાત કરતા વિવાદ ઉભો થયો હતો. ક્ષમાએ પહેલા જાહેરાત કરી હતી કે, હું મારી જાત સાથે જ મંદિરમાં હિન્દુ વિધિથી લગ્ન કરીશ. જેનો વડોદરાના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ વિરોધ કર્યો હતો. જેથી શમાએ મંદિરમાં લગ્ન કરવાનું માંડી વાળ્યું હતું. શમાએ 11 જૂને લગ્ન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ. તેની પહેલા જ તેને લગ્ન કરીને સૌ-કોઇને ચોંકાવી દીધા છે.


Share

Related posts

રાજપીપળા : નીતિ આયોગના એસ્પીરેશનલ ડીસ્ટ્રિક્ટ પ્રોગ્રામની કામગીરીમાં દેશના ૧૧૮ જિલ્લાઓમાં નર્મદા જિલ્લો અગ્રસ્થાને.

ProudOfGujarat

અમદાવાદ નજીર વોરા ફાયરિંગ કેસનો મુખ્ય આરોપી ભરૂચ ખાતેથી ઝડપાયો…

ProudOfGujarat

જેસીઆઇ ભરૂચ અને સાયકલીસ્ટ ગૃપ‌ના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!