Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં બેન્ક ઓફ બરોડા દ્વારા કસ્ટમર આઉટ રિચ કાર્યક્રમની ઉજવણી કરાઇ.

Share

આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા કસ્ટમર આઉટ રિચ પ્રોગ્રામ અંતર્ગત અગ્રણી બેન્ક બેન્ક ઓફ બરોડા દ્વારા સર સયાજીરાવ નગરગૃહ ખાતે આઈકોનીક વિક ઉજવવામાં આવ્યો.

વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડનગર ગૃહ ખાતે કેન્દ્ર નાણાં મંત્રાલય દ્વારા કસ્ટમર આઉટ રિચ પ્રોગ્રામ હેઠળ લાભાર્થીઓને ચેક વિતરણ કરવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમંત્રીત મહેમાનો સાથે બીજેપી શહેર પ્રમુખ ડો વિજય શાહ, મહામંત્રી સુનિલ સોલંકી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ સાથે પધારેલા નાણાં મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી ડો.ભાગવત કરાડનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બીઓબીના મહાપ્રબંધક રાજેશકુનાર સિંહે પ્રાસંગિક ઉદબોધન બાદ સાંસદ રંજનબેન ભટ્ટે બીઓબી દ્વારા ઉદ્યોગ માટે આપવામાં આવતી લોનની સુવિધાને આવકારી હતી. બેંકોએ RAM (રિટેલ, કૃષિ અને MSME) હેઠળ ઝડપી મંજૂર અને વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ પ્રોગ્રામ હેઠળ તમામ પ્રકારના ગ્રાહકોને આવરી લેવામાં આવ્યા હતા. બેંકે પણ સરકાર પર વિશેષ ધ્યાન આપ્યું હતું. PMMY, PMEGP, SUI, PMS NIDHI વગેરે જેવી પ્રાયોજિત યોજનાઓ. PMJJBY, PMSBY APY અને PMJDY જેવા નાણાકીય સમાવેશ કરાયો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા અલગ અલગ યોજના હેઠળ 413 લાભાર્થીઓને 256.13 કરોડના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ગોલ્ડી સોલાર પ્રીમિયમ લીગ ક્રિકેટ મેચ નુ આયોજન કરાયું.

ProudOfGujarat

જુલાઈ અને ઓગસ્ટ-૨૦૨૦ ના બે માસ દરમિયાન પંચમહાલ જિલ્લાનાં પાવાગઢ ફાયરિંગ રેન્જમાં અનધિકૃત વ્યક્તિનાં પ્રવેશ ઉપર પ્રતિબંધ.

ProudOfGujarat

અમદાવાદ જીલ્લામાં વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ અભિયાન અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!