Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના કપુરાઈ ગામમાં પૂરતા પ્રેશરથી પાણી ના આવતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારતા રહેવાસીઓ.

Share

વડોદરાના કપુરાઈ ગામના વૈરાગીનગર, બજાણીયા વાસ, રાઠોડવાસ તેમજ અહીંના વિવિધ વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી ન આવવાની ઘણા લાંબા સમયથી ફરિયાદો છે. આ ફરિયાદોનું નિવારણ ન થતા અહીંના રહેવાસીઓએ વડોદરા મહાનગર પાલિકા સમક્ષ લેખિત રજૂઆત કરી છે. જો આ વિસ્તારના રહેવાસીઓ પાણીનો નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.

રજૂઆતમાં જણાવ્યા અનુસાર વડોદરા મહાનગર પાલિકાની હદમાં આવતા વોર્ડ નંબર 16 નાં કપુરાઈ ગામમાં આવેલ વૈરાગી નગર, બજાણીયાવાસ તેમજ અન્ય વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી ઘણા લાંબા સમયથી અપૂરતા પાણીની ફરિયાદો આ વિસ્તારના રહેવાસીઓએ કરેલ છે પરંતુ તેઓની સમસ્યાનો કોઈ પણ જાતનો નિકાલ હજુ સુધી આવેલ નથી. આ વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું છે કે આગામી એક અઠવાડિયા સુધીમાં અમારા પાણીના પ્રશ્નનો નિકાલ કરવો નહીં તો આવનારા દિવસોમાં વોર્ડ નંબર 16 ના તમામ રહેવાસીઓ ગાંધી ચિંધ્યા માર્ગે કપુરાઈ પાણીની ટાંકી પાસે ઉપવાસ આંદોલન પર ધરણા પર છે જેની સંપૂર્ણપણે જવાબદારી અધિકારીઓની રહેશે.

Advertisement

Share

Related posts

ભરૂચ-દહેજ માર્ગનું 15 દિવસમાં રીપેરિંગ નહીં થાય તો ટોલનાકાને બંધ કરી દેવાશે…

ProudOfGujarat

ભરૂચ : ગુમાનદેવનાં મહંતે લૂંટારુ ટોળાં પર રૂ. 5.80 લાખની લુંટની નોંધાવી ફરિયાદ

ProudOfGujarat

રાજસ્થાનમાંથી 3 કરોડનો ચરસ અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં જથ્થો સપ્લાય કરવા આવેલા બે ઝડપાયા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!