વાઘોડિયા જીઆઇડીસીમાં શંકર પેકેજીંગ કંપની આવેલી છે જે કંપનીમાં એક અંદાજ મુજબ પંદરસો કર્મચારીઓ કામ કરે છે કોરોનાની મહામારી વચ્ચે પણ કંપનીમાં કામ કરનાર કર્મચારીઓ સાથે પગારના મુદ્દે કંપની દ્વારા અન્યાય થતા કર્મચારીઓ આંદોલનના માર્ગે વળી હડતાળ પર ઉત્તરીયા છે. તેમજ લેબર કમિશનરને રજુઆત કરી હતી તેમ છતાં પગાર નહીં ચૂકવાતા કર્મચારીઓની હાલત કફોડી બની છે.
હડતાળ અને વારંવારની રજુઆત બાદ પણ માંગણી નહીં સંતોષતા મંગળવારે યુનિયન લીડરોની આગેવાનીમાં કર્મચારીઓએ લેબર કમિશનર કચેરીએ રજૂઆત કરી હતી અને સૂત્રોચ્ચાર કરી પોતાના સાથે થઈ રહેલા અન્યાયનો વિરોધ નોંધાવ્યો હતો. નીકળતા પગારના મામલે થઈ રહેલા અન્યાયના મુદ્દે ઉગ્ર આંદોલનના મૂળમાં આવી ગયેલા કર્મચારીઓનો મૂળ સમજી ગયેલ લેબર કમિશનરે વહેલી તકે પગારના મુદ્દે નિરાકારણની બાંયધરી આપી હતી.
Advertisement