વડોદરામાં પ્રધાનમંત્રીના આગમનની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે. નરેન્દ્ર મોદીના રોડ-શો ના રૂટ પર સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમ જ લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે જંગી જનસભાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 18 ના રોજ વડોદરા ખાતે ઉપસ્થિત રહેવાના હોય તે નિમિત્તે વડોદરા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીના રોડ શો ના રૂટ પર વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમના આગમનથી લઈને સભાને સંબોધન સુધીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ૪ કિમી લાંબા રૂટ પર વહીવટી તંત્ર દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તેમજ લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે જંગી જનસભાને વડાપ્રધાન સંબોધન કરશે ત્યારે પાંચ લાખ લોકો બેસી શકે તેવા ડોમનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં વી.આઇ.પી, વી.વી.આઇ.પી અને જનરલ સહિતની તમામ કેટેગરીના ગેટ પણ મુકવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને લઇ તંત્રએ તૈયારીઓ શરૂ કરી..!!
Advertisement