વડોદરા કોર્પોરેશન વારંવાર વિવાદોના વમળમાં સપડાતુ રહ્યું છે ત્યારે હવે ગટરના ઢાંકણા વિવાદમાં આવ્યું છે. વડોદરા શહેરના ચાર ઝોન પૈકી પ્રત્યેક ઝોનમાં ૯ થી ૧૨ હજાર જેટલા વરસાદી ગટ
ર અને ડ્રેનેજના ચેમ્બરો આવેલા છે પરંતુ પાલિકાના અધિકારીઓ અને ઇજારદારના મેળાપીપણાથી ઇજારદારને ઘી કેળા થઈ રહ્યા છે. વડોદરા શહેરના દક્ષિણ ઝોનમાં ખાસ કરીને વરસાદી ગટરો અને ડ્રેનેજની ચેમ્બરોના ઢાંકણા તૂટેલા અથવા તો કેટલીક ચેમ્બરો ખુલ્લી હોય નાગરિકો માટે મોતના કૂવા સમાન સાબિત થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે પરંતુ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. કોઇ મોટી દુર્ઘટના થયા બાદ જ તંત્ર એક્શનમાં આવતું હોય છે. હાલમાં પણ કેટલીક જગ્યાએ ઇજારદારો દ્વારા ઢાંકણા નંખાયા બાદ ક્વોરીંગ કરવામાં પણ ઉદાસીનતા દાખવી રહ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે તૂટેલા ઢાંકણ બદલવામાં નહીં આવે અથવા તો ઢાંકણા બદલવામાં ગેરરીતિ કરવામાં આવશે તો અધિકારીઓ સામે પગલા લેવાશેની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ જણાવ્યું હતું.
વડોદરા : માર્ગો પર ખુલ્લી ડ્રેનેજ અને કાંસની ચેમ્બરો અકસ્માતને આમંત્રણ આપી રહી છે..!!
Advertisement