Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વોર્ડ નંબર 12 ના પ્રમુખના મકાન પર અસામાજિક તત્વો દ્વારા ઘાતક હુમલો.

Share

વડોદરા ભારતીય જનતા પાર્ટીના નેતા રાજુભાઈ ઠક્કરના મકાનમાં તેમજ ગાડી પર પથ્થરમારો કરી હુમલો કરવામાં આવ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય જનતા પાર્ટીના નેતા રાજુભાઈ ઠક્કર પોતાના વોર્ડ માં સક્રિય કામગીરી કરતા હોય આ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ, વિદેશી દારૂના બુટલેગરો કે પછી ચરસ અને ગાંજા સહિતની બાબતો વિશે સક્રિય કોર્પોરેટર તરીકે પોલીસને જાણ કરતાં અસામાજિક ટોળા દ્વારા હુમલો થયાનું મીડિયા સમક્ષ માહિતી આપેલ છે.

તેમના વિસ્તારમાં જ સુનિલ સિંદેનામનો એક યુવક નોનવેજની લારી ચલાવે તથા તરુણ યાદવ નામના યુવકના ટોળા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હોય તેને ડામવા માટે અવારનવાર રાજુભાઈ ઠક્કર કાર્યરત હોય આથી તે બાબતનો ખાર રાખી રાજુભાઈની સ્કોર્પિયો ગાડીમાં પથ્થરમારો કરી નુકસાન પહોંચાડયું છે તેમજ તેમના ઘર પર પથ્થરમારો કરી અસામાજિક તત્ત્વોએ હુમલો કયો છે. આ તકે કોર્પોરેટર દ્વારા વડોદરાના વોર્ડ નંબર 12 મા અસામાજિક તત્વોનો આતંક હોય તેવા આક્ષેપો પણ કર્યા છે. ગતરાત્રીના હુમલો થયા બાદ પોલીસ પણ એક કલાક મોડી પહોંચી હતી. પોલીસ તંત્રની ઉદાસીનતા પર વોર્ડ નંબર 12 ના નગરસેવકે નારાજગી વ્યક્ત કરી છે. છેલ્લા ઘણા દિવસોથી અસામાજિક તત્વો એ વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર રાજુભાઈ ઠક્કર સામે બાયો ચડાવી છે તેમ જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

દેવભુમિદ્રારકા-ખંભાળીયા સેન્ટ્રલ બેન્કમાંથી એક વ્યકિત પાસે રૂપિયા.78000ની ચીલઝડપ કરી બે શખ્સો ફરાર..

ProudOfGujarat

વડતાલ પોલીસે બે મહિલાઓને ચોરીના ૨.૪૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી

ProudOfGujarat

જમીઅત એ ઉલમા હિંદ સુરત વિભાગ દ્વારા મહારાષ્ટ્ર જિલ્લાના પૂરગ્રસ્તોને રૂબરૂ મુલાકાત કરી રોકડ સહાય તેમજ જીવન જરૂરિયાતની કીટ વિતરણ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!