ડૉ. એમ. રાધવૈયા, મહામંત્રી – નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલ્વેમેન (એન.એફ.આઈ.આર.) નાં નિર્ણય મુજબ રેલ મંત્રાલય દ્વારા રેલ્વેમાંથી સેફટી કેટેગરી સિવાયનાં ૫૦ ટકા ખાલી પદ ફાડી નાખવાના આપખુદસાહી ભર્યા નિર્ણય સામે વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ, વડોદરા મંડળ દ્વારા તા.૦૩.૦૬,૨૦૨૨ નાં રોજ ડીવીઝનલ રેલ્વે મેનેજર ઓફિસ, પ્રતાપનગર, વડોદરા ખાતે બપોરે ૦૧.૦૦ કલાકે ધરણા, રેલી વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન તા.૦૧.૦૬.૨૦૨૨ થી લઇ ૦૬,૦૬,૨૦૨૨ સુધી વેસ્ટર્ન રેલ્વેનાં છ મંડળ (મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, રતલામ) સહીત ભારતીય રેલ્વેનાં દરેક ઝોનમાં કરવામાં આવશે.
રેલ્વે બોર્ડનાં તા.૨૦.૦૫.૨૦૧૨ નો પત્ર દ્વારા દરેક રેલ્વે મેનેજરને આદેશ આપવામાં આવ્યા છે કે સેફટી કેટેગરી સિવાયના ૫૦ ટકા ખાલી પાડો કાઢી નાખવામાં આવે. આ સામે મોટા પ્રમાણમાં રેલ કર્મચારીઓમાં નારાજગી છે અને નિરાશા છે. રેલ્વે બોર્ડનો આ નિર્ણય તદ્દન આપખુદસાહી પૂર્ણ અને સેફટી કેટેગરી સિવાયની જગ્યાઓમાં મેનપાવરની સખત જરૂર હોવા ગ્રાઉન્ડ રીયાલીટી સમજ્યા વગરનો છે. આવી શરણાગત રેલ્વેની કાર્ય પ્રણાલીમાં અવ્યવસ્થા અને આખરે બિનકાર્યક્ષમતા તરફ દોરી જશે. ઘણા વિભાગોમાં સલામતી કેટેગરી સિવાયની જગ્યાઓ પણ મહત્વપૂર્ણ છે કારણ કે અધિકારીઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ સામાન્ય રીતે રેલ્વે કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી ઉત્પાદકતા સાથે સીધી રીતે સંબંધિત છે. ખાલી જગ્યાઓ ન ભરવાને કારણે ઘણા વિભાગોને નિયમિત રોજિંદી પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.