Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : દિપક નાઈટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ બાદ સ્થળાંતર કરાયેલ લોકોની વ્હારે આવ્યું BAPS અટલાદરા સ્વામિનારાયણ મંદિર.

Share

વડોદરામાં નંદેસરી જીઆઇડીસી માં આવેલ દિપક નાઈટ્રેટ કંપનીમાં આગ લાગતા આ વિસ્તારના રહેવાસીઓએ સ્થળાંતર કરી અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો સંપર્ક કરતા ટેકરીની આસપાસ રહેતા લોકોને મંદિર દ્વારા ગરમાગરમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સેવાકીય પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર રહેતી સંસ્થા દ્વારા ગઈકાલે સાંજે વડોદરાની નંદેસરી જીઆઇડીસી માં આગના બનાવને કારણે અનેક લોકોએ ફેક્ટરીની આસપાસથી હંગામી ધોરણે નંદેસરીથી રણોલી ખાતે સ્થળાંતર કર્યું હતું જે બાબતે પ્રશાસન દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો સંપર્ક કરતા અટલાદરાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તાત્કાલિક યુદ્ધના ધોરણે એક હજારથી વધુ વ્યક્તિઓ માટે ગરમ વઘારેલી ખીચડી સ્થળાંતર પામેલા લોકો માટે મોકલી આપેલ હોય મંદિરના કોઠારી સ્વામીએ આ વિસ્તારના લોકોની સુખાકારી માટે પણ પ્રાર્થના કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની યુનિયન બેંકના લૂંટારુને પડકારનાર પોલીસ જવાનનું કરાયું સન્માન.

ProudOfGujarat

વડોદરાના કરજણ નગરમાં મકરસંક્રાંતિ પર્વની રંગેચંગે ઉત્સાહભેર નગરજનો દ્વારા ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ઝઘડીયાની ઇન્દોર ગ્રામ પંચાયત દ્વારા નર્મદામાં ચાલતી લીઝો બંધ કરાવવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!