Proud of Gujarat
FeaturedGujaratINDIA

અનોખા લગ્ન : વડોદરાની યુવતી પોતે જ પોતાની સાથે કરશે લગ્ન.

Share

Every woman want to be bride but not a wife… વડોદરાની ક્ષમા બિંદુની આ વાત સાથે ઘણી બધી મહિલાઓ સહમત થશે પણ એની જેવી હિંમત ભારતમાંથી તો હજુ સુધી કોઈ સ્ત્રીએ નથી કરી. આ મહિનાની 11 મી તારીખે ક્ષમા ખુદ ‘પોતાની સાથે’ જ લગ્નગ્રંથિથી જોડાશે.

તમે બરાબર વાચ્યું- હિંદુવિધી પ્રમાણે થનાર આ લગ્નમાં હલ્દી થશે, મેંદી મૂકાશે, ફેરા પણ થશે અને હનીમૂન પણ. માત્ર આપણા પારંપરિક લગ્નો પૈકીની એક જ વસ્તુ નહીં હોય અને તે- વરરાજા!

Advertisement

આ રીતે ‘સ્વયં- વર’ થનારી કન્યાએ મિડિયાની મુલાકાતોમાં પોતાની વિચારધારા સ્પષ્ટ કરી છે. એ કહે છે કે, દુનિયામાં આ પ્રકારનાં લગ્નો થાય છે જેને SOLOGAMY કહે છે, પરંતુ હજુ સુધી ભારતમાં કોઈ એ આ રીતે લગ્ન કર્યાં નથી, હું મારા જ ઘરમા કંકુ પગલાં કરીને આ પ્રથાનો પ્રારંભ કરવા માગું છું.

સપનાઓનો રાજકુમાર ઘોડેસવાર થઈને આવે અને પોતાની રાણી બનાવીને લઈ જાય એવી બાળપણમાં સાંભળેલી પરીકથાઓ વાસ્તવમાં એટલી રમણીય નથી હોતી. ઈંસ્ટાગ્રામ ઈંફ્લુએંસર અને યુટ્યુબર એવી bi-sexual ક્ષમા કહે છે , મેં પ્રેમ કરીને જોઈ લીધું પણ હવે મારે બધો જ પ્રેમ મારી જાતને કરવો છે. લગ્ન પછી કાયદા મુજબ જે સ્ત્રી ઘરની અરધી માલિક બને છે તે હકીકતમાં રાણી બની છે કે દાસી તે વાત ઘરની ચાર દિવાલોમાં જ રહે છે, એમાં સમાજ ક્યારેય મદદ કરતો નથી અને એટલે જ મારાં આ પગલાં બાબતે સમાજ શું કહેશે એની મને ચિતા નથી. મેં મારાં કુટુંબીઓને સહમત કર્યાં છે અને એટલુ મારા માટે પૂરતું છે. લગ્ન પછી બે અઠવાડીયાંના હનીમૂન પર જનાર ક્ષમાએ ભવિષ્યમાં ઇચ્છ થાય તો સંતાન દત્તક લેવાનું પણ આયોજન કરી રાખ્યુ છે.


Share

Related posts

સુરત : તાપી નદીમાં આત્મહત્યા કરવા જતાં યુવાનને બચાવી લેવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ અને અંકલેશ્વરમાં છઠ પૂજાની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાની ચુંટણી માટે સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!