વડોદરામાં મારામારીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધતી જાય છે. ગઈકાલે આજવા રોડ પર આવેલા શાંતિનગરમાં રહેતા આદર્શ શર્મા મોડી રાત્રે તેમના ઘરે જતા હોય તે સમયે જૂની અદાવતમાં મધ્યસ્થી કરવા ગયેલા હોય તે સમયે તેઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા અંતે સયાજી હોસ્પિટલમાં તેમને સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
વડોદરાના આજવા રોડ પર આવેલા શાંતિનગરમાં રહેતા આદર્શ શર્મા ગઇકાલે મોડી રાત્રે તેમના ઘરના નાકે આવેલા જે.પી નગર સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે થયેલા ઝઘડા બાબતે મધ્યસ્થી કરવા ગયા હતા તે સમયે જૂની અદાવતનો ખાર રાખી સામાપક્ષે તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર ગંભીર રીતે હુમલો કરતા તેઓને શરીરે અત્યંત ઈજાઓ પહોંચી હતી આથી તેમને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો એવો છે કે આદર્શ શર્મા ગઈકાલે રાત્રે પેટ્રોલ પુરાવવા માટે ગયા હોય તે સમયે ઘરે પરત ફરતા હતા ત્યારે નાકે ઝઘડો થયો હોવાની બાબતે તેઓ ઝઘડામાં ઓળખે તે વ્યક્તિને છોડાવવા માટે ગયેલા હોય તે સમયે આદર્શ શર્મા અને તેમના ભાઈ અમન શર્મા ત્યાં પહોંચ્યા હતા. જ્યા ઉગ્ર બોલાચાલી થતાં મામલો બિચકયો હોય અને જૂની અદાવતનો ખાર રાખી સામાપક્ષે આદર્શ શર્મા પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં આદર્શ શર્મા ગંભીર રીતે ઇજાઓ પહોંચી હોય આથી તાત્કાલિક અસરથી તેઓને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હોય આથી આદર્શ શર્માના બહેને તેઓને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે. પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતદેહ પાછળ કોનો હાથ હોય તે સહિતની બાબતોનો તાગ મેળવવા આગળ વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના આજવા રોડ પર જૂથ અથડામણમાં એક યુવકનું મોત.
Advertisement