Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : આનંદપુરા વિસ્તારનાં જય રણછોડ એપાર્ટમેન્ટમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

Share

વડોદરાના કોઠી ચાર રસ્તા પાસે આવેલા આનંદપુરા વિસ્તારનાં જય રણછોડ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળના મકાનમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગતાની સાથે જ આ એપાર્ટમેન્ટમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વડોદરાના કોઠી ચાર રસ્તા વિસ્તારમાં આવેલા આનંદપુરા જય રણછોડ એપાર્ટમેન્ટના ત્રીજા માળે મકાનમાં આગ લાગતા આ એપાર્ટમેન્ટમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જય રણછોડ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આગ લાગતા મકાન માલિક તેમજ ફ્લેટ ધારકો તાત્કાલિક ધોરણે બિલ્ડીંગની બહાર નીકળી ગયા હતા. વડોદરા ફાયર ઇમર્જન્સી વિભાગના લાશ્કરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ ફાયરના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે કે ફ્રીઝમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગેલી હોય જેના કારણે સમગ્ર ફ્લોર પર આગ પ્રસરી ગઇ હતી સદ્નસીબે સમયસૂચકતા વાપરી ત્રીજા માળે રહેતા તમામ વ્યક્તિઓ એપાર્ટમેન્ટની બહાર નીકળી ગયા હતા આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.

Advertisement

Share

Related posts

રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મગફળી સહિત અનેક પાકની મબલખ આવક : ખેડૂતોમાં ખુશીની માહોલ

ProudOfGujarat

ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ દૂધ ધારા ગ્રાઉન્ડ નજીક ની સોસાયટી ના લોકો એ ગ્રાઉન્ડ માં છોડાતા ગંદા પાણી અને ગ્રાઉન્ડ ઉપર થતા મ્યુજીકલ પોગ્રામો ના કારણે થતી હેરાન ગતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો

ProudOfGujarat

વ્‍યાજ માફીયાઓ સુધી લોકોને જવું ન પડે તે માટે લોન મેળાનો અદ્દભુત સફળ પ્રયોગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!