વડોદરા જિલ્લાના કરજણ નગર ખાતે વર્લ્ડ ટોબેકો ડે નિમિત્તે વ્યસન મુક્તિ રેલી યોજાઇ હતી. વિશ્વમાં તમાકુના વ્યસનને લઈ લાખો લોકો મૃત્યુ પામે છે. ત્યારે બી. એ.પી.એસ. સ્વામિનારાયણ પંથ દ્વારા વ્યસન મુક્તિ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે અને મુખ્યત્વે સાંપ્રત આધુનિક પેઢીના યુવાનો વ્યસનથી મુક્ત બને એ હેતુસર વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરાયું છે.
જે અંતર્ગત કરજણ ખાતે વર્લ્ડ ટોબેકો દિન નિમિત્તે કરજણ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરજણ નગરમાં વ્યસન મુક્તિ રેલી યોજાઈ હતી. આયોજિત વ્યસન મુક્તિ રેલીમાં વ્યસન મુક્તિના વિવિધ ફ્લોટના પ્રદર્શનમાં બાળકો, બાળકીઓના હાથમાં પ્લે કાર્ડ તેમજ બેનરો જોવા મળ્યા હતા. જે નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અંદાજિત એક કિમી લાંબી રેલીએ નગરમાં આકર્ષણ જમાવ્યું હતું. સાથે સાથે વ્યસન મુક્તિ અભિયાન રેલીમાં સ્વામિનારાયણ પંથના હરિભક્તો પણ જોડાયા હતા.
વડોદરા : કરજણમાં વર્લ્ડ ટોબેકો ડે નિમિતે વ્યસન મુક્તિ રેલી યોજાઈ.
Advertisement