Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : એમ.એસ યુનિવર્સિટીના કર્મચારીનું ફરજ દરમિયાન મોત થયા બાદ 20 વર્ષે પણ ન્યાય નહીં મળતાં વૃદ્ધાના પડખે આવ્યું નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ.

Share

બાબત ઘણી સામાન્ય છે પણ સમજવા જેવી છે કાયદાની અજ્ઞાનતાને લઈ પોતાના નીકળતા હકો માટે છેલ્લા ૨૦ વર્ષથી લડત ચલાવી રહેલી મહિલાના પડખે કાયદાના જાણકાર અને નિવૃત્તિનો સમય વ્યતીત કરી રહેલા નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ મહિલાને ન્યાય નહીં મળતા મહિલાએ આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેની સામે પોલીસે કાર્યવાહી કરી હતી પણ ન્યાય અપાવવાનું ટાળ્યું હતું.

વડોદરાની એમએસ યુનિવર્સિટીની લેબોરેટરીમાં લેબ એટેન્ડન તરીકે બાબુભાઈ માળી ફરજ બજાવતા હતા જેમની ૨૦ વર્ષ પૂર્વે ફરજ દરમિયાન એટેક આવતા મોત નીપજ્યું હતું જેમાં મોત બાદ જે તે સમયે રેમરાહે વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીના આશ્રિતને નોકરી આપવાનો નિયમ હોઈ બાબુભાઇના પત્ની પસીબેને પુત્ર સંતોષને નોકરી મળી રહે તેની અરજી કરી હતી પરંતુ જે તે સમયે લાગવતથી હકદરને નહીં પણ ત્રાહિત વ્યક્તિને નોકરી અપાઈ હતી.

Advertisement

મૃતક બાબુભાઈના વારસદારોને નોકરી નહીં મળતા પસીબેને એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરી હતી તેમ છતાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ૨૦ વર્ષ બાદ પણ મચક નહીં અપાતા પસીબેને આત્મવિલોપનની ચીમકી આપી હતી અને જે ચીમકીને લઈ પોલીસ દ્વારા પસીબેન સામે કાર્યવાહી કરી હતી પણ જે કારણ માટે પસીબેને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી તે દિશામાં પોલીસે તપાસ કરવાનું ટાળ્યું હતું. સ્થાનિક કક્ષાએ વારંવારની રજૂઆત અને આત્મવિલોપનની ચીમકી બાદ પણ ન્યાય નહીં મળતા પસીબેને પીએમઓમાં ઓનલાઇન ફરિયાદ કરતા તપાસ સયાજીગંજ પોલીસને સોંપાઈ હતી પરંતુ સયાજીગંજ પોલીસે પણ એક તરફી તપાસ કરી પીએમઓમાં જવાબ કરાયો હતો જેને લઈ મજબૂર વિધવા મહિલાને ૨૦ વર્ષ વિત્યા બાદ પણ ન્યાય નહીં મળતા મહિલાના પડખે વડોદરા શહેર-જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ આવ્યું છે.


Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે એપલ કંપનીના એસેસરીઝનું વેચાણ કરતા છ દુકાનદારોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકામાં કાનૂની જાગૃતિ અભિયાન : 92 જેટલાં વિવિધ ગામોમાં શિબિરનું આયોજન.

ProudOfGujarat

ભરૂચમાં મહિન્દ્રા કંપનીના શોરૂમ માંથી રૂપિયા 5 લાખની મત્તા ઉસેડી જનાર સીસીટીવી માં કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!