શહેરની એમ એસ. યુનિવર્સિટીની ઈન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજીના ટેક્સટાઈલ એન્ડ અપેરલ ડિઝાઈન વિભાગની B.sc ઓનર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 5 વિદ્યાર્થિનીઓએ નકામાં વેફરના રેપર્સમાંથી સ્ટાઇલિશ ગારમેન્ટ્સ તૈયાર કર્યા છે. ” ટ્રેશ વાંક લેટ ધ ટ્રેશ ફ્લેક્સક” થીમ પર વેસ્ટ મટિરિયલમાંથી ઈનોવેટિવ ગારમેન્ટસ બનાવ્યા છે.
નવા તૈયાર કરાયેલા ફેશનેબલ કપડા વિશે વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, અમારે વિવિધ ગ્રુપમાં ડિવાઈડ થઈ ‘ટ્રેશ વાંક લેટ ધ ટ્રેશ ફ્લેક્સક થીમ પર વેસ્ટ મટિરિયલમાંથી ઈનોવેટિવ ગારમેન્ટસ્ બનાવવાના હતા. જેમાં સપના માહેશ્વરી, ખુશી જૈન, કામાક્ષી કોઠારી, બિનલ કઠેરિયા અને જ્યોતિ પંડિતે સાથે મળીને રિસર્ચ ગાઈડ ડૉ. અમૃતા દોશીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. તેઓને આ વેફરના વેસ્ટમાંથી ક્લોથ બનાવવા અંગેના આઈડિયા વિશે પૂછતા તેઓ એ જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓ જ્યારે કોલેજ જતી હતી તે દરમિયાન તેઓ રસ્તામાં વેફર્સના રેપર્સ સહિત અન્ય પ્લાસ્ટિક વેસ્ટ જોતાં હતા. જેને જોઈને એમને પ્લાસ્ટિક વેસ્ટમાંથી ગારમેન્ટસ બનાવવાનો વિચાર આવ્યો હતો. રિસાયકલ કરેલાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બેગ્સ, ડોર મેટ સહિત અન્ય પ્રોડક્ટ્સ તો બને જ છે. પરંતુ આમને પ્લાસ્ટિક વેસ્ટમાંથી ગારમેન્ટસ બનાવવાનો વિચાર આવ્યો હતો.
વડોદરાની એમ એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ નકામા વેફરના રેપર્સમાંથી સ્ટાઇલિશ ગારમેન્ટસ તૈયાર કર્યા.
Advertisement