Proud of Gujarat
FeaturedGujaratINDIA

શનિ જયંતિ નિમિતે વડોદરાના પાદરાના અંબા શકરી ખાતે આવેલ શનિદેવ મંદિર ખાતે કાર્યક્રમો યોજાયા.

Share

શનિ જયંતિ નિમિતે પાદરાના અંબા શકરી ખાતે આવેલ શનિદેવ મંદિર ખાતે કાર્યક્રમો યોજાયા. આજે શનિ જયંતિ અને સોમવતી અમાસનો સુમેળ ભર્યો સંગમ યોજાયો છે ત્યારે પાદરા નજીક આવેલ અંબા શકરી પાસેના હનુમાનજી મંદિરમાં શનિદેવ મંદિર ખાતે આજ સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી. સોમવતી અમાસ અને શનિ જયંતીના પાવન પર્વને ખૂબ લાભદાયક માનવામાં આવ્યું છે ત્યારે કષ્ટને હરનારા દેવ શનિ મહારાજને તેલ, અડદ અને આંકડાની પુષ્પ માળાઓનો અભિષેક કરીને શનિ મહારાજની કૃપા ભક્તો મેળવી રહ્યા છે. શનિ દેવ મંદિર ખાતે આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો સાથે મારુતિ યજ્ઞ તેમજ સુંદરકાડ પાઠ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મનોકામના સિદ્ધ હનુમાનજી મહારાજનો 25 મો પાટોત્સવ પણ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા.

Advertisement

Share

Related posts

પંચમહાલ : કાલોલમાં બે જુથો વચ્ચે અથડામણ થતા તંગદિલી સર્જાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે કુસુમ બેન કડકીયા કોલેજ ના વિધાર્થીઓ દ્વારા કેરલ પુરગ્રસ્તો ની મદદ માટે આગળ આવ્યા

ProudOfGujarat

કડકડતી ઠંડીમાં ગિરનાર આરોહણ-અવરોહણની રાજ્ય કક્ષાની રોચક સ્પર્ધા : 1471 સ્પર્ધકો દોડ લગાવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!