“વડોદરા કલેક્ટર ઑફિસ ખાતે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરજી સાથે કોન્ફરન્સ!” કોવિડ-૧૯ મહામારીના કારણો સર અનાથ થયેલા બાળકોને ‘પી.એમ. કેર ફંડ’ માંથી સીધી આર્થીક સહાય તેમના ખાતાના મળે, તે અર્થે આજરોજ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરજીની આગેવાની હેઠળ કલેક્ટર ઑફિસમાં.કોંફેરન્સ કરી. અને વડોદરાના અનાથ બાળકોને સહાય પોહોંચાડવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાકાળમાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકોને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ પ્રત્યેક બાળકને રૂ. 10 લાખની આર્થિક સહાય સહિતના લાભો અર્પણ કર્યાં હતા. તેની સાથે વડોદરામાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની વિશેષ ઉપસ્થિતિમાં કુલ 17 બાળકોને રૂ. 1.70 કરોડની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી. દિલ્હી ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં વિદેશ મંત્રી વડોદરાથી વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી બન્યા હતા.
વડાપ્રધાને બાળકોને ફીટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા અભિયાન જોડાવા માટે આહવાન કર્યું અને બાળકોને ખૂબ આગળ વધવાના આશીર્વાદ પણ આપ્યા. વડોદરા જિલ્લાના લાભાર્થી બાળકોને પ્રમાણપત્ર સહિત યોજના સંબંધિત કીટ આપીને વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે કહ્યું કે, કોરોનાના કારણે આ બાળકોને દુર્ભાગ્યથી માતા-પિતા ગુમાવ્યા છે, પરંતુ અમે તેમની સાથે છીએ. આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ગુજરાત મંત્રી મનીષાબેન વકીલ, વડોદરાના સાથી ધારાસભ્ય, કલેકટર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
વડોદરામાં વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરના હસ્તે 17 બાળકને રૂ. 1.70 કરોડની સહાય અપાઈ.
Advertisement