વડોદરા શહેરને વધુ એક વખત પાલિકા દ્વારા ઢોર મુક્ત બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે જે પ્રયાસના ભાગરૂપે પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે જે રીતે માર્ગ પર રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે જેમાં રોજેરોજ નગરજનો ઘાયલ થવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે જે ઘટનાઓ વડોદરાના એક વિદ્યાર્થીએ આંખ ગુમાવી છે ત્યારે અકસ્માતનો સીલસીલો રોકવા પાલિકાની ઢોર પાર્ટી એક્શનમાં આવી છે અને ઢોર પકડવાની કામગીરી અસરકારક રીતે કરવામાં આવી રહી છે જે કામગીરી અંતર્ગત શુક્રવારે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ છે ગેર કાયદેસરના ઢોરવાડ પર પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખી કામગીરી કરી હતી ત્યારબાદ શનિવારે પણ પાલિકાની પાર્ટી દ્વારા માર્ગ પર રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી જે કામગીરી દરમિયાન વડોદરા શહેરના કપુરાઈ ગામ ક્રિષ્ના હોટલ પાછળ બે વાછરડાનું મોત નિપજતા મામલો ગરમાયો હતો. માલધારી સમાજ દ્વારા એક વિડીયો શનિવારે વાયરલ કરવામાં આવ્યું હતું જેમાં ઢોર પાર્ટીના કર્મચારીઓ મરણ પામેલ વાછરડીને ગાડીમાં મુકી રવાના થયા દેખાઈ રહ્યા છે જે વાત વાયુવેગે ફેલાતા માલધારી સમાજ કપુરાઈ ગામ નજીક એકત્રિત થયું હતું અને મૃત્યુ પામેલ ઢોરને લઈને જઈ રહેલ ટેમ્પોને અટકાવી ટેમ્પો લઈ વરણામા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં માલધારી સમાજ ઢોર પકડવાની કામગીરી દરમિયાન એક ગાય અને વાછરડાનું મોત થયાનાં આક્ષેપ કરી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ કરી હતી.
એક તરફ માર્ગ પર રખડતા ઢોરોને લઈ નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જેમાં હાલમાં જ એક વિદ્યાર્થીએ પોતાની એક આંખ ગુમાવી છે તો બીજી તરફ થઈ રહેલી કામગીરી આ બાબતે માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. વરણામા પોલીસ મથકે એકત્રિત થયેલ માલધારી સમાજ આક્ષેપો કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
વડોદરા : કપુરાઈ ગામ ક્રિષ્ના હોટલ પાછળ ઢોર પકડવાની કામગીરી દરમ્યાન બે ગાયના મોતનો આક્ષેપ થતા મામલો ગરમાયો.
Advertisement