દરેક સ્કૂલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. એવામાં બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને ઈતર પ્રવૃત્તિમાં વધુ રસ ધરાવે એ હેતુથી માતા પિતા બાળકોને સમર કેમ્પમાં મુકતા હોય છે. તો આવા સમયે સમર કેમ્પ બાળકોના જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બાળક જે પણ સમર કેમ્પમાં શીખશે એજ વર્તન આગળ જઈને કરશે. તેથી આવા સંજોગોમાં વડોદરા શહેરની વધુ એક વિદ્યાર્થિની દ્વારા સરાહનીય પ્રયાસ કરાયો છે. વડોદરા શહેરની ઈન્ટર સી.એ. મા અભ્યાસ કરતી વિદ્યાર્થિની દ્વારા માંજલપુરમાં લક્ષ્મીનારાયણ મંદિર ભૂલકાઓ માટે ખાતે સમર કેમ્પનું આયોજન કરાયુ છે. જેમાં બાળકો નાનપણથી જ ભારતીય પરંપરા અનુસરે અને ભારતીય સંસ્કૃતિની રિસ્પેક્ટ કરે તે ઉદ્દેશથી સમર કેમ્પનું આયોજન કરાયુ છે.
જેની માહિતી આપતા સમર કેમ્પના આયોજક ધ્રુવી પટેલે જણાવ્યુ હતુ કે, વર્ષ ૨૦૧૭ મા આ સમર કેમ્પની શરૂઆત કરાઈ હતી. સમર કેમ્પ ૩ થી ૧૨ વર્ષના બાળકો માટે આયોજિત કરાય છે. જેમાં બાળકો નાનપણથી જ ભારતીય પરંપરા અનુસરે અને ભારતીય સંસ્કૃતિની રિસ્પેક્ટ અને સંસ્કારનું પાલન કરે તે આ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ છે. સમર કેમ્પમાં બાળકોને પ્રાર્થના, ભગવત ગીતાના શ્લોક, ડાન્સ, સ્પોર્ટ્સ એક્ટિવીટી તથા વિવિધ કોમ્પિટીશનનું આયોજન કરાય છે.
વડોદરાના માંજલપુરમાં ભારતીય પરંપરા અને સંસ્કૃતિની બાળકો કિંમત કરે અને અનુસરે તે ઉદ્દેશથી ભૂલકાઓ માટે સમર કેમ્પનું આયોજન.
Advertisement