વડોદરા શહેરમાં તસ્કરોએ માઝા મૂકી છે. દિન-પ્રતિદિન ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે પડકાર ફેંકી રહ્યા છે.દરમિયાન ગઈકાલે રાત્રે સંગમ ચાર રસ્તા નજીક આવેલા નક્ષત્ર એપાર્ટમેન્ટમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં તસ્કરોએ ચોરીનો નિષફળ પ્રયાસ કર્યો હતો. સીસીટીવી કેમેરામાં બે તસ્કરો કેદ થયા હોવાનું જાણવા મળ્યું હતું. સ્થળ પર દોડી ગયેલી પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન ATM ચોરવાનો નિષ્ફળ પ્રયાસના બનાવમાં ATM ચોરી કરવા આવેલા બંને આરોપીઓ ને CCTV ફૂટેજ તથા ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાત્રીના સમયે ATM માં તસ્કરો ઘૂસતા એસબીઆઈ ના દિલ્હી સ્થિત કન્ટ્રોલ રૂમમાં સાયરન સાથે એલર્ટ આવતાં દિલ્હી કંટ્રોલ રુમ દ્વારા વડોદરા ખાતે બેન્કના અધિકારીઓ અને પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસ દ્વારા તાત્કાલિક CCTV ફૂટેજ ને આધારે તસ્કરોનું પગેરું મેળવાની કવાયત શરૂ કરતાં ATM માં ચોરીના ઇરાદે તોડફોડ કરનાર બંને આરોપી ને વારસિયા પોલીસે ઝડપી પાડ્યા હતા. મોહસીન પઠાણ અને ખાલિદ પઠાણ નામના બંને આરોપીઓને વારસિયા પોલીસે ઝડપી પાડી કાયદસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે SBI નું ATM તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડયા.
Advertisement