વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પક્ષી પ્રેમીઓ પોતાના ઘરમાં નાના મોટા પક્ષીઓ રાખી મજા માણતા હોય છે જેને લઇને બિન કાયદેસર રીતે રાખવામાં આવતા પશુ-પક્ષીઓ વિરુદ્ધ વનવિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે જેને લઇને આજરોજ વડોદરા વનવિભાગ દ્વારા gspca સંસ્થાના કર્મચારીઓને સાથે રાખીને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગોંધી રખાયેલા આશરે ૨૮ થી ઉપરાંત પોપટને પાંજરામાં મુક્ત કરવામાં આવ્યા હતા અને વન વિભાગને સોંપવામાં આવ્યા હતા. મુક્ત કરાવવામાં આવેલા 28 પોપટમાં 23 સુડો પોપટ છે જ્યારે ત્રણ પહાડી અને બે તુઈ પોપટને મુક્ત કરાયા છે.
Advertisement