રક્તદાનને જાગૃતતા લાવવા માટે દિલ્હીના એક યુવક દ્વારા રક્તદાનનું મહત્વ અને રક્તદાનની જાગૃતિ વિશે વિવિધ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફરીને લોકોને સમજ પૂરી પાડવામાં આવે છે.
રક્તદાન એ મહાદાન છે એવું કહેવાય છે આ સૂત્રને સાર્થક કરતા દિલ્હીના કિરણ વર્માએ આજથી એક વર્ષ પહેલા રક્તદાનની રક્તદાનની જાગૃત વિશે લોકોને સમજ આપવાની આજે એક વર્ષ પહેલા શરૂઆત કરી હતી કેરાલાથી શરૂ કરેલા આ અભિયાનમાં આજ સુધી તેણે ૬ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો ખાતે રક્તદાનની જાગૃતિ વિશે લોકોને સમજ આપી છે. આવનારા બે વર્ષ સુધી તે લોકોને રક્તદાન વિશે જાગૃતિ વિષયક વિવિધ માધ્યમો દ્વારા માહિતી આપશે. સમગ્ર ભારતમાં ફરવાનો તેમનો ઉદ્દેશ્ય છે લોકોને જાગૃત કરી 150 દિવસમાં ૩૬ જેટલા રક્તદાન શિબિર તેમણે કર્યા છે રક્તદાન શિબિરમાં સાત હજારથી વધુ લોકોએ રક્તદાન કર્યું છે ઉપરાંત તે જણાવે છે કે વર્ષ ૨૦૨૧ ની સાલમાં કોરોનાની બીજી લહેર અને પ્લાઝમા ડોનેટ કરવાના સમયે લોકો દ્વિધામાં મુકાયા હતા તે સમયે પણ તેમણે રક્તદાન અને પ્લાઝમા ડોનેશન વિશે લોકોને સમજ આપી હતી તે જણાવે છે કે નિયમિત ૧૨,૦૦૦ થી વધુ વ્યક્તિઓ ભારતમાં રક્તની કમીના કારણે મૃત્યુ પામે છે. આ મૃત્યુદર અટકાવવા માટે પણ તે સમાજમાં જાગૃતિનો સંદેશ ફેલાવશે વધુમાં તેઓ જણાવે છે કે એક સમયે રક્તની કમીના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે અને તેનો પરિવાર નિ:સહાય બની જાય છે આ હૃદયદ્રાવક આ દ્રશ્ય જોઈને મને વિચાર આવ્યો કે સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરીને મારે લોકોને બ્લડ ડોનેટ વિશે જાગૃત કરવા છે આથી છેલ્લા એક વર્ષથી મારી આ યાત્રા ચાલી રહી છે અને આગામી બે વર્ષ સુધી આ યાત્રા ચાલશે.
રક્તદાનની જાગૃતતા ફેલાવતા દિલ્હીના કિરણ વર્મા વડોદરા આવી પહોંચ્યા.
Advertisement