નડિયાદના વિદ્યાનગર ખાતે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વિઝા આપવાનું કહી ઠગાઈ કરનાર ફક્ત દંપતી વિરુદ્ધ ગુનો દાખલ થતાં પોલીસે આરોપીને સકંજામાં લઇ આકરી ઢબે પુછપરછ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદના ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ગતરાત્રીના એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ચાર જેટલા સાહેદો એ સાથે મળી ફરિયાદ નોંધાયેલી છે કે સિક્યોર ફ્યૂચર કન્સલ્ટન્ટના નામે યુકેની ડર્બી યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાનું કહી રૂપિયા લઇ છેતરપિંડી કરનાર બે શખ્સો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં સાગર પટેલ અને તેમના પત્ની ઝીલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલો એવી રીતે બહાર આવ્યો છે કે પ્રથમ તો વિદેશ અભ્યાસ અર્થે જવા ઈચ્છુક યુવક યુવતીઓને તેઓને સરળતાથી વિઝા તેમજ એડમિશન મળી રહેશે તેવી ખાતરી આપવામાં આવે છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા બે લાખની માંગણી કરવામાં આવે છે ત્યારબાદ એડમિશન પ્રક્રિય પ્રક્રિયાના ફ્રોડ લેટર આપવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થીનું ઇન્ટરવ્યૂ હોય તેવું કહી રૂપિયા સાત લાખ લેવામાં આવે છે આ રીતે આ ઠગ ટોળકી દ્વારા વિદ્યાનગરના વિદેશ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને સાથે છેતરપિંડી આચરવામાં આવેલી હોય જેમાં ચાર વિદ્યાર્થીઓએ પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી જેમાં ચાર વિદ્યાર્થીઓએ સામે આવીને પોલીસને કહ્યું છે કે અમારી પાસેથી રૂ. 9.15 લાખ લેવામાં આવ્યા હતા ત્યારબાદ અમે અવારનવાર સિક્યોર ફ્યૂચર કન્સલ્ટન્ટના સંચાલકનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે હાલ તમારી એડમિશનની પ્રક્રિયા થયેલ નથી ત્યારબાદ અમારા દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવતા તેમના દ્વારા આપવામાં આવેલા ચેક અપૂરતા નાણાભંડોળના કારણે બેંકમાંથી પરત ફર્યો આથી અમોએ ગોરવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોલીસ ફરિયાદ નોંધાવેલ છે. પોલીસે હાલના સંજોગોમાં છેતરપિંડીનો ગુનો આચરેલ શખ્સ સાગર પટેલને ઝડપી પાડયો છે તેની આકરી ઢબે પૂછતાછ પણ પોલીસ કરી રહી છે. આ સમગ્ર વિદેશ જનાર યુવક યુવતીઓ સાથે છેતરપિંડી કરનાર આખરે કોણ છે ? આ મોડસ ઓપરેન્ડી પણ આ કેસમાં કોણ છે તેની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.
વડોદરા : વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે વિઝા અને એડમિશનના બહાને 36 લાખની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો.
Advertisement