Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં રસ્તે રખડતી ગાયે યુવાન સહિત એક બાળકીને અડફેટે લેતા ગંભીર ઇજા.

Share

વડોદરામાં રખડતા ઢોરનો આતંક સતત બીજા દિવસે યથાવત રહ્યો છે. આજે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં એક યુવકને ગાય અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો તેમજ વડોદરાના કોયલી ગામ પાસે પણ એક બાળકીને ઢોરે અડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી.

વડોદરામાં સતત રસ્તા પર રખડતા ઢોરના હુમલાઓ વધી રહ્યા છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં હિરેન પરમાર નામના એક યુવકને ગાય અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં આ યુવાન ગાયની અડફેટે આવતા ગંભીર રીતે ઘવાયો હતો. આ યુવક ટેટુ બનાવવાનો વ્યવસાય કરે છે રાત્રે ૯ થી ૧૦ વાગ્યાના અરસામાં જેતલપુર રોડ પર અલકાપુરી જતો હતો તે સમયે અચાનક જ દોડી આવેલી ગાયે યુવકને એકટીવા સાથે પછાડ્યો હતો. યુવાનને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં એસએસજી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આ યુવકને મોઢાના ભાગે ૧૨ જેટલા ટાંકા આવ્યા છે તેમજ પગ અને હાથના ભાગમાં પણ ગંભીર ઇજાઓ થઈ છે.

Advertisement

વડોદરાના આ પ્રકારના અન્ય એક કિસ્સામાં કોયલી ગામ પાસે ગાયની અડફેટે આવતા નવ વર્ષની બાળકીને ઈજાઓ પહોંચી હતી. ગામડેથી ઘરે પરત ફરતી વેળાએ અકસ્માત નડયો હતો. ગાયની અડફેટે સમગ્ર પરિવાર આવ્યો હતો, પરંતુ નવ વર્ષની નાની બાળકીને કચડી નાખતા બાળકીને આંખના ભાગે ઇજાઓ પહોંચતા ૬ થી ૭ જેટલા ટાંકા આવ્યા છે. બાળકી ગાયની અડફેટે આવતા ગંભીર રીતે ઘવાઈ ગઈ હતી અને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એક જ દિવસમાં બે પરિવારો ગાયે અડફટે લેતાં ગંભીર અકસ્માત થયો છે.


Share

Related posts

વડોદરામાં તૈયાર થઈ રહ્યું છે 210 કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ, વરસાદમાં પાણી શોષાય તેવા ઘાસનો ઉપયોગ, જુઓ અન્ય વિશેષતા.

ProudOfGujarat

ભરૂચ : ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા મધર્સ ડે નિમિત્તે તેમના સ્ટાફની માતાને અભિનંદન પાઠવવામાં આવ્યા.

ProudOfGujarat

શહેરા : વલ્લભપુર ગામે આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગની કામગીરી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!