વડોદરામાં નટરાજ ટાઉનશિપ પાસે આવેલ ખોડિયાર માતાનું મંદિર અને દરગાહ આજે વહેલી સવારે રેલવે તંત્ર દ્વારા તોડી પાડતા આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા તંત્ર પર સવાલોની ઝડી વરસાવી છે. રેલવે વિભાગ દ્વારા રેલવે લાઇનને અડીને આવેલ નટરાજ ટાઉનશિપ પાસે રેલવેની જગ્યામાં વર્ષોથી બનેલા ગેરકાયદેસર મકાનો દૂર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, રેલવે તંત્ર દ્વારા આ જગ્યા ઉપર બનાવેલા ખોડિયાર માતાના મંદિરની દેરી અને દરગાહ દૂર કરવામાં આવી ન હતી અને સ્થાનિકોને નોટિસ દ્વારા દેરી અને દરગાહ દૂર કરી દેવા માટે જાણ કરવામાં આવી હતી. આજે સવારે રેલવે તંત્ર દ્વારા રેલવેની જગ્યા ઉપર બનાવવામાં આવેલા ખોડિયાર માતાનું મંદિર અને દરગાહ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. સવારે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા રેલવે તંત્રના સંબંધિત વિભાગ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો ટોળે વળી ગયા હતા અને તંત્ર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે મનપા દ્વારા જે કોઈપણ પ્રોજેક્ટ માટે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે છે આ કામગીરી રાત્રિના સમયે કે વહેલી સવારે હાથ ધરવામાં આવે છે સ્થાનિકોનું કહેવું છે કે ખોડિયાર માતાજીનું મંદિર અને દરગાહ તોડી પડાયું છે તેમાં અમારી ધાર્મિક લાગણીઓ દુભાય છે આથી તંત્ર દ્વારા અમોને નોટિસ પાઠવવામાં આવેલ હોત કે અહીં ડિમોલિશનની કામગીરી હાથ ધરવાની હોય પરંતુ અમને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જ રાત્રિના સમયે લાભ લઇ તંત્ર દ્વારા ખોડીયાર માતાના મંદિરને તોડી પાડવામાં આવ્યું છે. સત્તાધીશો કે તંત્ર એટલું માયકાંગલું પુરવાર થયું છે કે રાત્રિના સમયે આ પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે અહીં તંત્ર દ્વારા વહેલી સવારે મંદિર તોડી પાડવામાં આવતા તંત્ર પર અનેક સવાલો ઉઠ્યા છે.
વડોદરામાં પરોઢિયે રેલ્વે તંત્ર એ મંદિર અને દરગાહ તોડી પાડતા ભક્તોની લાગણી દુભાઈ.
Advertisement