Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના હરણી વિસ્તારમાં કુતરાઓનો આતંક, પાંચ વ્યક્તિઓને કૂતરું કરડ્યું.

Share

વડોદરાના હરણી વિસ્તારમાં શહેરી કુતરાઓથી અહીંના રહેવાસીઓને ભારે પરેશાની વેઠવી પડે છે. આ વિસ્તારમાં કૂતરાએ પાંચ વ્યક્તિઓને બચકાં ભરતા આ વિસ્તારના રહેવાસીઓ કુતરાના ત્રાસથી ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

વડોદરા શહેરના હરણી સ્વાદ ક્વાર્ટરમાં છેલ્લા બે દિવસમાં પાંચ લોકોને કૂતરાઓ કરડતા ભયનો માહોલ ફેલાયો છે. અહીં રહેતા વૃદ્ધો તથા બાળકો કુતરાના ભયથી ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ વિસ્તારમાં રહેતા લોકો નોકરી કે વ્યવસાય પર જતા હોય ત્યારે આ કૂતરો કરડી જાય છે. પાંચ વ્યક્તિઓને આ કૂતરું કરડ્યુ છે અનેક વખત આ વિસ્તારના રહેવાસીઓએ ફરિયાદો નોંધાવી છે તેમ છતાં વડોદરા મનપાના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી, અવારનવાર ફરિયાદ કરવા છતાં વોર્ડ નંબર 2 માં આવેલા હરણી વિસ્તારમાં કુતરાઓનો આતંક વધુ પડતો ફેલાય ગયો છે. વિસ્તારના કોર્પોરેટર કે વોર્ડના સભ્યો દ્વારા પણ કોઈપણ જાતની કૂતરાઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી અનેક વખત તો વોર્ડના કોર્પોરેટરને પણ રજૂઆત કરાઈ છે તેમ છતાં આ મામલે કોઇપણ પ્રકારની કામગીરી સત્તાધીશો દ્વારા કરવામાં આવેલ નથી. બે જ દિવસમાં પાંચ વ્યક્તિઓને આ કૂતરું કરડી જતા અહીંના ભૂલકાઓ શેરી ગલીમાં પોતાનું વેકેશન માણી શકતા નથી, અહીંના રહેવાસીઓનું જણાવવું છે કે કુતરાઓનો આતંક છેલ્લા ઘણા સમયથી વધી ગયો છે તો કોર્પોરેશન દ્વારા કુતરા અને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે. અમારા દ્વારા અનેક પ્રકારની ફરિયાદો કોર્પોરેશન સમક્ષ કરવામાં આવી છે પરંતુ કોઈપણ જાતની કામગીરી હજુ સુધી થઈ નથી. અમારા વિસ્તારના બાળકો વૃદ્ધો કે અહીંથી પસાર થતાં આ વિસ્તારના રહેવાસીઓ સતત ભયના માહોલ નીચે જીવનનિર્વાહ કરે છે.

Advertisement

Share

Related posts

વાંકલની લાઇફ લાઇન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં વિકલાંગ સહાય કેમ્પ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય એ પામ સન્ડેની ઉજવણી કરી.

ProudOfGujarat

માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!