વડોદરામાં ટીપી 13 વોર્ડ નંબર 1 ના રહેણાક વિસ્તારમાં બ્રિજ નીચે ડમ્પિંગ સાઈડ મનપા દ્વારા બનાવવામાં આવતા આ વિસ્તારના કોર્પોરેટરો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ વિસ્તારના કોર્પોરેટર જહા ભરવાડ, પુષ્પાબેન વાઘેલા અને હરેશભાઇ પટેલે જણાવ્યું છે કે અમને કોઈ પણ પ્રકારની જાણકારી કર્યા વિના ફૂલવાડી વિસ્તારમાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા ડમ્પિંગ સાઈડ શરૂ કરવામાં આવી છે જેમા અમે આ વિસ્તારના કોર્પોરેટર છીએ તેમ છતાં અમારી કોઈપણ પ્રકારની પરમિશન લેવાનું પણ મનપાના અધિકારીઓએ વિચાર્યું નથી. ફૂલવાડી વિસ્તાર રહેણાક વિસ્તાર છે અહીં હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે અમે લોકોને સાથે રાખીને આ ડમ્પિંગ સાઈડને અન્ય સ્થળે હટાવવા માટે વિરોધ કરીશું. આજે તમામ ગાડીઓ પાછી મોકલી આ કચરા કેન્દ્ર બંધ કરાવ્યું હતું અને ચીમકી આપી હતી કે જો આ કચરા કેન્દ્ર ફરી શરૂ કરવામાં આવશે તો અધિકારીના ઘરમાં જઈને કચરો ઠાલવવામાં આવશે.
વડોદરામાં ટીપી 13 ફુલવાડી વિસ્તારમાં કોર્પોરેટરોને જાણ કર્યા વગર ડમ્પિંગ સાઈડ બનાવતા ભારે વિરોધ.
Advertisement